ગુજરાતમાં કોરોના કેસને લઈ વિદેશી મુસાફરો માટે નવી ગાઈડ લાઈન જાહેર
જાપાન અને કોરિયાથી આવતા લોકોના ટેસ્ટ પણ કરવામાં આવશે: એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવો પડશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના કેસને લઈ મુસાફરો માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં 6 દેશમાંથી આવતા લોકોનું ફરજિયાત RT-PCR કરાશે. તથા ચીન, સીંગાપુર, હોંગકોંગથી આવતા લોકોનુ છઝ-ઙઈછ ફરજિયાત થયુ છે.
જાપાન અને કોરિયાથી આવતા લોકોના ટેસ્ટ પણ કરવામાં આવશે. તથા એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવો પડશે. ગુજરાત આરોગ્ય વિભાગનો એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર છે. જેમાં વધતા કોરોના કેસોને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તેમાં ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે.
પ્રવાસીઓ માટે નેગેટિવ RT-PCR રીપોર્ટ જરુરી
ઉપરોકત દેશોમાંથી આવનારા પ્રવાસીઓ માટે નેગેટિવ RT-PCR રીપોર્ટ જરુરી છે. તેમાં એયર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રીપોર્ટ અપલોડ કરવાનો રહેશે. જેમાં ગુજરાત આરોગ્ય વિભાગનો અમદાવાદ અને સુરત એયરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખી જાણ કરી છે.
- Advertisement -
દેશમાં કોરોનાના નવા કેસોમાં ભયંકર ઉછાળો
સતત બીજા દિવસે 3 હજારથી વધુ: સક્રિય દર્દીઓએ પણ ચિંતા વધારી
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં કોરોનાનો ફરી પગપેસારો શરુ થઈ ગયો છે. કોરોના સંક્રમણની ઝડપ વધી રહી છે. કોરોનાના એક જ દિવસમાં ત્રણ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3,095 કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા છ મહિનામાં આ સૌથી વધુ કોરોના કેસ છે. ગયા વર્ષે 2 ઓક્ટોબરે કોરોનાના 3,375 કેસ નોંધાયા હતા.
મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 1,390 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ હવે વધીને 15,208 થઈ ગયા છે. આ પહેલા 29 માર્ચે એક્ટિવ કેસની સંખ્યા 11,903 હતી. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4.47 કરોડથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના 220.65 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
ગઈકાલે દિલ્હી સરકારે મહત્વની બેઠક બોલાવી હતી
દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. વધતા જતા કેસ વચ્ચે દિલ્હી સરકારે મહત્વની બેઠક બોલાવી હતી. દિલ્હી સરકારે ગઈકાલે બપોરે કોરોનાની સ્થિતિ પર એક મહત્વની બેઠક કરી હતી. આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને નિષ્ણાત તબીબો સાથે બેઠક કરી હતી.