બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે જાહેરાત કરી છે કે સૌથી જઘન્ય હત્યાના દોષિતો માટે આજીવન કેદની ફરજિયાત સજા લાવવાનો કાયદો પસાર કરી ને અમે સુનિશ્ચિત કરીશું કે આવા લોકો કયારેય જેલના સળિયામાંથી મુકત ન થાય.
ઋષિ સુનકે જણાવ્યું હતું કે આ કાયદા ના પગલે જઘન્ય હત્યાના ગુનેગારોને પેરોલ અથવા વહેલી મુકિતની શકયતા ખતમ થઈ જશે. મતલબ કે ગુનેગારોએ આજીવન જેલના સળિયા પાછળ રહેવું પડશે. સુનકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જીવનનો અર્થ જીવન છે અને ન્યાયાધીશોએ સૌથી ભયાનક પ્રકારની હત્યા કરનારા ગુનેગારો માટે ફરજિયાત આજીવન કેદની સજા કરવાની જર પડશે.
- Advertisement -
નવો કાયદો ખૂબ જ મર્યાદિત સંજોગો સિવાય, ન્યાયાધીશોને જીવનના આદેશો આપવા જરી બનાવવાને કાયદેસર બનાવશે. મેં તાજેતરમાં જોયેલા ગુનાઓની ક્રૂરતા અંગે હત્પં ચિંતિત છું. લોકો યોગ્ય ન્યાયની અપેક્ષા રાખે છે કે સૌથી ગંભીર કિસ્સાઓમાં, એવી ગેરંટી હોવી જોઈએ કે જીવનનો અર્થ જીવન હશે. તેઓ સજામાં પ્રમાણિકતાની અપેક્ષા રાખે છે.
આજીવન કેદની સજા ફરજિયાત શા માટે?
સૌથી જઘન્ય હત્યારાઓ માટે આજીવન કેદની સજા ફરજિયાત કરતો કાયદો લાવીને, અમે સુનિશ્ચિત કરીશું કે તેઓ કયારેય મુકત ન થાય. તમને જણાવી દઈએ કે પીએમ સુનકનું આ નિવેદન એવા સમયે આવ્યું છે યારે ઉત્તરી ઈંગ્લેન્ડની એક હોસ્પિટલમાં તેમની દેખરેખ હેઠળના સાત નવજાત શિશુઓની હત્યાના આરોપમાં નર્સ લ્યુસી લેટબીને તાજેતરમાં જ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
યુકેમાં મૃત્યુ દંડની મંજૂરી નથી
યુકેની કાયદાકીય જોગવાઈઓ ફાંસીની સજાને મંજૂરી આપતી નથી અને તેથી સૌથી ગંભીર સજા આજીવન કેદ છે. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે આનાથી ન્યાયાધીશોને અપીલ પડકારના જોખમ વિના આજીવન સજા લાદવામાં વધુ વિશ્વાસ મળશે. કાયદાકીય ફેરફાર હેઠળ, કોઈપણ જાતીય પ્રેરિત હત્યા માટે આજીવન કેદ પણ ડિફોલ્ટ સજા હશે