માણાવદર અને વંથલી તાલુકાનાં ૩૪ ગામના ૪૬૭૭ ખેતી વિષયક વીજ જોડાણ માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત દિવસે વીજળી આપવાનો પ્રારંભ કરાયો હતો. પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા એ માણાવદર ખાતેથી સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. ખેડૂતોની આવક બમણી કરવા સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી મંત્રીશ્રી ચાવડાએ કહ્યું કે વીજળી નું રૂપાંતર થાય છે. ખેડૂતો માટે દિવસે વીજળી આપવા સંપૂર્ણ વ્યવસ્થા કરવી પડે છે. વર્તમાન સરકારે તમામ કાર્યવાહી પૂરી કરી ખેડૂતોને દિવસે વીજળી મળતી થાય તેવી વ્યવસ્થા કરી છે.
સાસંદ શ્રી રાજેશભાઈ ચુડાસમા એ રાજય સરકાર ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે તેમ જણાવી કહ્યુ કે, દિવસે વીજ પુરવઠો મળતા ખેડૂતોને રાત ઉજાગરા બંધ થયા છે. રાજ્ય બીજ નિગમના પૂર્વ ચેરમેન શ્રી રાજશીભાઇ જોટવા એ કિસાન યોજના ખેડૂતો માટે નવો સૂર્યોદય લાવશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે પીજીવીસીએલના અધિક ઇજનેર એન.જે.કારીયા એ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમ ની રૂપરેખા નાયબ ઇજનેર કે.બી. પટેલે આપી હતી માણાવદર તાલુકા ભાજપ પ્રમુખ હરસમુખભાઈ ગરાળા, પ્રાંત અધિકારી ગોવાણી, માણાવદર પીજીવીસીએલ એક ના નાયબ ઇજનેર ડી.એન. રૂપારેલીયા, પીજીવીસીએલ બેના નાયબ ઈજનેર આર.એન.ચોટલીયા અગ્રણી દિનેશભાઈ ટીલવા, ગોવિંદભાઇ સવસાણી જીતુભાઈ પનારા, ન.પા.પ્ર પુષ્પાબેન ગોર ખેડૂતો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરશ્રી વોરાએ કરી હતી
- Advertisement -
જીજ્ઞેશ પટેલ માણાવદર