એક માત્ર ઇન્ચાર્જ અધિકારીથી ઓફિસ ચાલે પટાવાળા પણ નથી.
માણાવદરની એક માત્ર શહેર ની સીટી સરવે કચેરી છેલ્લા ધણા સમયથી ન ધણિયાત જેવી હાલતમાં પડી હતી. આ કચેરીમાં માત્ર એક જ કર્મચારી હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડતી હતી આ કચેરીમાં એક પટાવાળા હતા તે પણ નિવૃત્ત થતા અત્યારે એક જ અધિકારી ઉપર કચેરી ચાલે છે.
- Advertisement -
કચેરીમાં એક મહિલા અધિકારી કંચનબેન બગડા કાર્યરત રહેતા હતા પરંતુ તેમની નિમણૂંક બાંટવામાં છે અને તેમની પાસે વધારાનો માણાવદર ઓફિસનો ચાર્જ હોવાથી તે ફૂલટાઇમ અહી હાજરી આપી શકતા ન હતા.
મિલકત સંબંધી પ્રશ્ર્નૉ સરળતાથી હલ થાય તે માટે આ મેન્ટેનન્સ અધિકારી કંચનબેન બગડા કાયમ ઉત્સુક રહેતા પરંતુ પોતાની નિમણુંક બાંટવામાં છે અને વધારાનો માણાવદર નો પણ ચાર્જ સોંપેલ છે બન્ને ગામો વચ્ચે એક જ અધિકારી હોય એટલે લોકોના કામોમાં થોડો વિલંબ થાય છે.
લોકોની વ્યથા અને હાલાકી જોઇને તેમણે આ કચેરીમાં પડતર રહેલા લોકોના પ્રશ્ર્નૉ પોતાની ફરજ સમજી અને નોકરીના સમય પછી ના ટાઇમમાં પણ અંગત રસ લઇને ઉકેલવાનું નક્કી કરી દરેક પ્રશ્ર્નધારકોના પ્રશ્ર્નૉ ઝડપથી સોલ્વ કરવા માંડતા આ અધિકારી હાલમાં પોસ્ટ બાંટવા છે જેથી કરીને માણાવદરની સીટી સરવે કચેરીમાં કાયમી ધોરણે અધિકારી ની નિમણૂંક થાય તે માટે અહીના કેટલીક સંસ્થાઓના લોકો તથા પત્રકારોએ મહેસુલ વિભાગ ને પત્ર પણ લખ્યા છે.
- Advertisement -
પોતાની ફરજનો અન્ય જગ્યાએ ચાર્જ હોવાથી રાત દિવસ જોયા વિના લોકોની સમસ્યાના પ્રશ્ર્નૉ ઝડપથી ઉકેલાય તે તરફ આ મહિલા અધિકારીએ લક્ષ્ય કેન્દ્ર કર્યું છે બાંટવા અને માણાવદર વચ્ચે ની આ કચેરીમાં વીશ હજાર જેવા મકાનો ના ખાતા છે જેમાં અત્યારે ઇન્ચાર્જ અધિકારી ન જ પહોંચી શકે આ અધિકારી ની મનવ્યથા, કામનું ભારણ સરકાર સમજે અને અહી કાયમી અધિકારી ની નિમણુંક આપે તેવી સમયની માગ છે.
અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર