જલવાયુ સંકટ પહેલાથી અનેકગણું વધી રહ્યું છે: આગામી 5 વર્ષમાં 1.5 ડીગ્રીની સીમા પાર કરી શકે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
- Advertisement -
માનવ સર્જીત ગ્લોબલ વોર્મીંગ દર દાયકાએ દર 0.26 ડીગ્રીના દરે અનઅપેક્ષીત ગતિથી વધી રહ્યું છે. લીડસ વિશ્ર્વ વિદ્યાલયનાં 50 થી વધુ આંતર રાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ નવા અધ્યનમાં આ ખુલાસો કર્યો છે. આ અભ્યાસ અનુસાર જલવાયું સંકટ પહેલાથી વધુ ગતિએ વધી રહ્યું છે.
આ નિષ્કર્ષ બીજા વાર્ષિક વૈશ્વિક જલવાયું પરિવર્તનનો સાંકેતીક ભાગ છે જે ગત દાયકો (2014-2023) માં માનવ સર્જીત વોર્મીંગ 1.19 ડીગ્રીની મહત્વ પૂર્ણ વૃધ્ધિને દર્શાવે છે. છેલ્લા આંકડાનાં આધારે આ પરિણામ કાઢવામાં આવ્યુ છે કે તેમાં એક દાયકામાં 0.26 ડીગ્રીના દરથી વૃધ્ધિ થઈ રહી છે.
આંકડાથી સ્પષ્ટ થાય છે કે માનવ ગતિવિધીઓએ વૈશ્વિક તાપમાનને ઔદ્યોગીકકરણ પહેલાનાં સ્તરો 1.3 ડીગ્રીથી ઘણી ઉપર ધકેલી દીધુ છે. રિપોર્ટ, શેષ કાર્બન બજેટમાં એક ચિંતાજનક કમી પર પ્રકાશ ફેંકે છે. કાર્બન બજેટ કાર્બન ડાયોકસાઈડની એ માત્રા હોય છે જે 1.5 ડીગ્રીની મહત્વની સીમા સુધી ઉત્સર્જીત કરવામાં આવી શકે છે.
વર્ષ 2024 ની શરૂઆતમાં આ બજેટ લગભગ 200 ગીગારન પર ઉભુ છે. જે વર્તમાન ઉત્સર્જન દરથી માત્ર પાંચ વર્ષનાં બરાબર છે તે 2020 માં ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન કલાયમેટ ચેન્જ દ્વારા અનુમાનીત 300 થી 900 ગીગાટન રેન્જની તુલનામાં એક ગંભીર ઘટાડો છે.ર 1.5 ડીગ્રીની સીમા પાર કરી શકે છે પારો
દુનિયા આગામી પાંચ વર્ષમાં 1.5 ડીગ્રી સેલ્સીયસની તાપમાનની વૃધ્ધિની સીમા પર કરી જશે.પૃથ્વીને બચાવવા માટે પેરીસ જલવાયું સમજુતીમાં નિર્ધારીત આ સીમાને પાર થવાના 80 ટકા એંધાણ છે.
- Advertisement -
સંયુકત રાષ્ટ્રની હવામાન સંબંધી એજન્સી હવામાન વિજ્ઞાન સંગઠન બુધવારે આ દાવો કર્યો હતો સંગઠને કહ્યું હતું કે વર્ષ 2024 થી વર્ષ 2028 સુધી દરેક વર્ષ માટે વૈશ્વિક તાપમાનનાં ઔદ્યોગીક યુગની શરૂઆતની તુલનામાં 1.1 અને 1.9 ડીગ્રી સેલ્સીયસની વચ્ચે વધુ થવાની આશા છે.