હિંદૂ ધર્મમાં દિવાળીનો પર્વ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવાળી જો તમે પણ પોતાના ઘરની દિવાલો પર કલર કરવા માંગો છો તો વાસ્તુ અનુસાર રંગોનું સિલેક્શન કરો.
હિંદૂ ધર્મમાં દિવાળીને પ્રકાશનો તહેવાર માનવામાં આવે છે. દિવાળી આવતા પહેલા જ લોકો પોતાના ઘરોમાં તૈયારી કરવા લાગે છે અને સજાવટ શરૂ કરી દે છે. દિવાળી પહેલા લોકો ઘરને રંગાવે છે અને સુંદર બનાવે છે. જાણો વાસ્તુ અનુસાર ઘરની દિવાલો પર કયો રંગ કરાવવો જોઈએ. જેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે.
- Advertisement -
પૂર્વ દિશા
દિવાળી પર જો તમે ઘરમાં પૂર્વ દિશામાં કલર કરાવવાનું વિચારી રહ્યા છો તો વાસ્તુ અનુસાર પૂર્વ દિશાની દિવાલ પર સફેદ રંગનો કલર કરાવવો જોઈએ. આ ખૂબ જ શુભ માનામાં આવે છે. તેનાથી પરિવારના લોકોના જીવનમાં ખુશીઓનો વાસ થાય છે. સફેદ રંગને સકારાત્મક ઉર્જા સાથે પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે જેનાથી માનસિક શાંતિ મળે છે.
ઉત્તર દિશા
- Advertisement -
વાસ્તુ શાસ્ત્ર અનુસાર લીલા રંગને પ્રકૃતિ અને વિકાસનું પ્રતીક માનવામાં આવે છે. જેના સકારાત્મક પ્રભાવના કારણે જીવનમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિનો વાસ થાય છે. માટે જો દિવાળી પહેલા તમે પણ પોતાના ઘરને રંગવા માંગો છો તો ઘરની ઉત્તર દિશામાં હાજર દિવાલ પર લીલો રંગ કરાવો તેનાથી વેપારમાં નફો થઈ શકે છે.
પશ્ચિમ દિશા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર બ્લૂ રંગ મનને શાંતિ આપે છે. ઘરની પશ્ચિમી દિશામાં બ્લૂ રંગ કરવાથી મગજ અને મનની સ્થિરતા આવે છે. સાથે જ ઘરની સ્થિતિ અનુકૂળ રહે છે. માટે બ્લૂ રંગને પશ્ચિમી દિશામાં જરૂર રાખવો જોઈએ. તેનાથી માતા લક્ષ્મીની કૃપા આખુ વર્ષ રહેશે.
દક્ષિણ દિશા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર દિવાળી પર ઘર કલર કરાવવા જઈ રહ્યા છો તો દક્ષિણ દિશામાં હાજર દિવાલ પર લાલ રંગ કરાવવો જોઈએ. લાલ રંગને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. જેની સકારાત્મક અસરથી જીવનમાં ખુશીઓનો વાસ થાય છે. તેના કારણે ઘરનાલોકોની વચ્ચે સાચો પ્રેમ વધે છે. સાથે જ પરિવારમાં વેપાર કરતા લોકોમાં પ્રગતિના રસ્તા ખુશી જાય છે.
ઈશાન કોણ
ધણા સમયથી જો પરિવારમાં કોઈ કારણે ઉથલ પાથલ થઈ રહી છે તો ઘરના ઈશાન કોણમાં પીળો કે નારંગી રંગ કરાવવો શુભ માનવામાં આવે છે. આ દિવસે રંગોને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે. જેમા જીવનમાં અમુક કારણે પ્રેરણા મળે છે. સાથે જ માનસિક શાંતિ મળે છે.