પ્રાચીન યાત્રાધામ મહુડી જૈન તીર્થના ટ્રસ્ટીઓ સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ટ્રસ્ટીઓએ મંદિરનું 130 કિલો સોનું ગાયબ કર્યાના આરોપ સાથે HCમાં અરજી કરવામાં આવી છે. કાર્યકારી ટ્રસ્ટી સહિતના લોકો પર 130 કિલો સોનું ચોર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ગાંધીનગરનું પ્રખ્યાત ધાર્મિક સ્થળ એવા મહુડી જૈન તીર્થ વિવાદોમાં ઘેરાઈ ગયું છે. મંદિરમાંથી 130 કિલો સોનું ગાયબ થઈ જતાં વિવાદ થયો છે. ત્યારે હવે આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી અને આ અરજીમાં 130 કિલો સોનું ગાયબ થઈ જવાનો આરોપ લગાવતા ભારે વિવાદ થયો છે.
- Advertisement -
100 વર્ષથી પ્રાચીન યાત્રાધામ મહુડી જૈન તીર્થ ફરી વિવાદમાં આવી ગયું છે. મહુડી જૈન તીર્થ મંદિરમાંથી 130 કિલો સોનું ગાયબ થઈ ગયું છે ત્યારે ટ્રસ્ટીઓએ મંદિરનું સોનું ગાયબ કર્યાના આરોપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં આરોપ લગાવાયો છે કે ઘંટાકર્ણ મહાવીર મંદિરમાંથી 130 કિલો સોનું ગાયબ છે અને તેના પાછળ કાર્યકારી ટ્રસ્ટી સહિતના લોકો જવાબદાર છે. 130 કિલો સોનાની ઉચાપત વર્ષ 2012થી 2024 સુધીના સમયગાળામાં થઈ છે. જેથી 2012થી 12 વર્ષના સમયગાળા દરમિયાન મંદિર ટ્રસ્ટના તમામ હિસાબોનું ઓડિટ કરવાની માંગ કરવામાં આવી છે.
આટલું જ નહીં, ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટની દેખરેખમાં સરકાર દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. આ સિવાય અરજીકર્તાએ ગંભીર આરોપ લગાવતાં અરજીમાં જણાવ્યું છે કે નોટબંધી દરમિયાન અને પછી પણ જૂની ચલણી નોટો 20 ટકા કમિશનથી મંદિરમાં બદલવામાં આવતી હતી. ઉપરાંત મહુડી મંદિર ટ્રસ્ટના સભ્યો પર એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે આદર્શ બેંકના કૌભાંડના આરોપી મુકેશ મોદીના પૈસાથી જે 52 કિલો સોનું ખરીદવામાં આવ્યું હતું એ પણ મેનેજમેન્ટે પોતાની પાસે રાખી મુક્યું છે. આ સિવાય સમગ્ર કૌભાંડમાં 65 કિલો સોનું મંદિરમાં લાવવાને બદલે બારોબાર ગાયબ કરી દેવાયું છે, તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે કરોડોની ઉચાપત મુદ્દે સરકાર દ્રારા તપાસ કમિટીની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે કરવામાં આવેલી અરજીમાં કમિટીની રચના કરી વર્ષ 2012થી તમામ હિસાબો ચકાસવા માંગ કરવામાં આવી છે. આ અંગે સ્વતંત્ર તપાસની માંગ કરીને છેલ્લા 12 વર્ષોના ઓડિટ હિસાબોની તપાસ કરવા માંગ કરવામાં આવી છે. નોટબંધીમાં મંદિરની કમિટીના સભ્યો દ્રારા 20 ટકા કમિશનથી જૂની નોટો બદલી ગેરરીતિ કર્યાનો આક્ષેપ લગવાયો છે. કાર્યકારી ટ્રસ્ટી સહિતના લોકો સામે ગંભીર ઉચાપતની અરજી દાખલ કરાઈ છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે મહુડી જૈન મંદિર લોકોમાં આસ્થાનું પ્રતિક છે. અહીં દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ ઘણીવાર કિંમતી ભેટ અને પૈસાનો ચઢાવો કરતા હોય છે. ત્યારે મંદિરમાંથી કરોડોનું સોનું ગાયબ થઈ જતા વિવાદ ઉભો થયો છે.