મહારાષ્ટ્રના મંત્રી ગીરીશ મહાજને દાવો કર્યો છે કે તુનિષા શર્માનુ મોત લવ જેહાદનો મામલો છે. નાસિકમાં ગીરીશ મહાજને કહ્યું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
તુનિષા શર્માનુ મોત લવ જેહાદનો મામલો: મહારાષ્ટ્રના મંત્રીનો દાવો
- Advertisement -
મહારાષ્ટ્રના મંત્રી ગીરીશ મહાજને દાવો કર્યો છે કે તુનિષા શર્માનુ મોત લવ જેહાદનો મામલો છે. નાસિકમાં ગીરીશ મહાજને કહ્યું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. અમે જોઈ રહ્યાં છે કે આવા મામલા દિવસે-દિવસે વધી રહ્યાં છે. અમે લવ જેહાદ પર કડક કાયદો લાવવા પર વિચાર કરી રહ્યાં છે. મંત્રીએ આ વાત પર પણ ભાર આપ્યો કે રાજ્યમાં એકનાથ શિંદે સરકારે લવ જેહાદની સામે એક કડક કાયદો બનાવીને કડક પાલન કરાવવુ જોઈએ. એસીપી ચંદ્રકાંત જાધવે કહ્યું કે અત્યાર સુધી કોઈ અન્ય મામલો, બ્લેક મેલિંગ અથવા લવ જેહાદનો કોઈ એન્ગલ સામે આવ્યો નથી. તેમણે કહ્યું, તપાસ ચાલી રહી છે. આરોપી શીજાન અને મૃતકના ફોન જપ્ત કરી લેવામાં આવ્યાં છે.
TV actor Tunisha Sharma death case | It is a matter of 'love jihad' and police are investigating the case. We are seeing that such cases are increasing day by day and we are mulling to bring a strict law against it: Maharashtra Minister Girish Mahajan, in Nashik pic.twitter.com/vhzPeuEeMX
— ANI (@ANI) December 25, 2022
- Advertisement -
પોલીસે અભિનેત્રીના મોત મામલે 14 લોકોના નિવેદન નોંધ્યાં
આની પહેલા પોલીસે કહ્યું હતુ કે તુનિષા કથિત રીતે ડિપ્રેશનમાં હતી. જેનુ કારણ શીજાન મોહમ્મદ ખાનની સાથે તેમનુ બ્રેકઅપ હતુ. આ દરમ્યાન પોલીસે તુનિષા શર્મા મોત મામલે અત્યાર સુધી 14 લોકોના નિવેદન નોંધ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે હાલમાં તુનિષા શર્માએ કથિત રીતે પોતાના શોના સેટ પર આત્મહત્યા કરી હતી.
અભિનેતા શીજાનને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો
અલી બાબા: દાસ્તાન-એ-કાબુલના સેટ પર તુનિષાના મૃત મળ્યાં બાદ શીજાનની સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ 306 હેઠળ આત્મહત્યા માટે ઉકસાવવાનો મામલો નોંધ્યા બાદ ટીવી અભિનેતા શીજાન ખાનની પોલીસે ધરપકડ કરી મુંબઈની એક કોર્ટમાં રજૂ કર્યો. જ્યાથી તેમને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં. પોલીસે અભિનેતાને તુનિષા શર્માની માં દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી. તુનિષાની માંએ દાવો કર્યો કે તે અભિનેતા શીજાન ખાનની સાથે સંબંધમાં હતી અને તેનાથી કંટાળીને તેમણે આ પગલુ ઉપાડ્યુ.