મહારાષ્ટ્રમાં વર્ષ 2024-25માં 1,64,875 કરોડનું વિદેશી ઈન્વેસ્ટમેન્ટ
દેશમાં 40 ટકા વિદેશી રોકાણ એકલા મહારાષ્ટ્રમાં : બીજા ક્રમે કર્ણાટક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
મહારાષ્ટ્ર વિદેશી રોકાણકારોનું પહેલી પસંદ બન્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં મહારાષ્ટ્રમાં 1,64,875 કરોડ રૂપિયાનો રેકોર્ડબ્રેક વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) આવ્યુ જ દેશમાં કુલ વિદેશી રોકાણનો 40 ટકા ભાગ છે. મહારાષ્ટ્ર બાદ કર્ણાટક અને ગુજરાતમાં રેકોર્ડબ્રેક રોકાણ થયુ છે. આ મામલે ઉતરપ્રદેશ સૌથી છેલ્લે એટલે કે 10માં ક્રમે છે. આશ્ચર્યની વાત એ છે કે, ઝારખંડે 9મો નંબર મેળવીને યુપીને પછાડી દીધુ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અનુસાર 2024-25માં દેશમાં કુલ 4,21,929 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું.
જેમાં 40 ટકા એટલે કે 1,64,875 કરોડ રૂપિયાનું રોકાણ એકલા મહારાષ્ટ્રમાં આવ્યું છે. આ રોકાણ ગત વર્ષની તુલનામાં 32 ટકા વધુ છે. મુખ્યમંત્રીના અનુસાર છેલ્લા નાણાકીય વર્ષની અંતિમ ત્રિમાસિકમાં મહારાષ્ટ્રમાં 25441 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું. આ વર્ષે તો રોકાણના મામલે મહારાષ્ટ્રે રેકોર્ડ બનાવ્યો છે. તેણે ગત 10 વર્ષમાં સૌથી વધુ વિદેશી રોકાણ મળ્યું છે.
- Advertisement -
ખાસ બાબત એ છે કે તેને આ સિદ્ધિ નાણાકીય વર્ષના પહેલા 9 મહિનામાં જ મળી ચૂકી છે. રોકાણ મામલે ચોથા નંબરે દિલ્હી, પાંચમા ક્રમે તામિલનાડુ, 6ઠ્ઠા નંબરે હરિયાણા, આઠમા નંબરે રાજસ્થાન છે.