ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મહારાણા પ્રતાપની 485મી જન્મ જયંતિ વિક્રમ સંવત તિથિ મુજબ જેઠ સુદ ત્રીજ ગુરુવાર તા. 29/05/2025ના રોજ હતી. જેની ઉજવણી રાજકોટ ખાતે શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમા સોરઠીયા વાડી સર્કલ ખાતે સવારે દશ વાગ્યે કરવામાં આવી હતી. શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ, શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ તથા શ્રી ક્ષત્રિય કરણી સેના પરિવાર દ્વારા આયોજીત શ્રી મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિની રાજકોટ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાઆરતી, પુષ્પાંજલીનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમેશસિંહજી ચૌહાણ, ધીરુભા ડોડીયા, બલદેવસિંહ સિંધવ, ચંદુભા પરમાર, રણજીતસિંહ વાઢેર, કિશોરસિંહ રાઠોડ, રમેશસિંહ ચાવડા, બકુલસિંહ સિંધવ, ઉદયસિંહ જાદવ, કાનાજી ચૌહાણ, સંદીપસિંહ ડોડીયા, હરદીપસિંહ રાઠોડ, મૌલિકસિંહ વાઢેર, પ્રવિણસિંહ સિંધવ, રણજીતસિંહ જાદવ, યુવરાજસિંહ ડોડીયા, વનરાજસિંહ પરમાર, વિશુભા ગોહિલ, જનકસિંહ રાજપૂત, અજિતસિંહ પરમાર, ધનરાજસિંહ ડોડીયા, અનિલસિંહ પરમાર, જયપાલસિંહ ચાવડા, નિખિલસિંહ જાદવ, ચંદ્રસિંહ ડોડીયા, અંકિતસિંહ ચાવડા, અશોકસિંહ પરમાર તથા ક્ષત્રિય રાજપૂત બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો.
રાજકોટ ખાતે મહારાણા પ્રતાપ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી
