સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કૌભાંડોમાં પણ નવા વિક્રમો સર્જવા તરફ
VC ડૉ. ઉત્પલ જોશીને તત્કાલ ઘરભેગા કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઉઠતી પ્રબળ માંગ
- Advertisement -
રંજનબેન પાસે એક-બે નહીં છ-છ હોદ્દા: મહેકમનાં OSD, બાયોકેમેસ્ટ્રીનાં હેડ, હોસ્ટેલનાં રૅક્ટર ઉપરાંત IQSE, ICC, SSIPમાં પણ સમાવેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રાંતવાદ અને જ્ઞાતિવાદ થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કુલપતિ ઉત્પલ જોશીની નિમણૂંક બાદ સૌરાષ્ટ્રના અધ્યાપકો સાથે અન્યાય થતો હોવાની તેમજ દલિત, આદિવાસી, એસસીબીસી કેટેગરીના પ્રોફેસરને સાઈડલાઈન કરતા હોવાની ચર્ચા ચાલી રહી છે. એક તરફ હેડશિપ બાય રોટેશનના નામે માત્ર પાંચ ભવનમાં જ જૂનિયર પ્રોફેસરને સિનિયર પ્રોફેસર ગણાવી લાગતાવળગતાઓને અધ્યક્ષ બનાવતા વિવાદ થયો છે તો બીજી તરફ આસિસ્ટન્ટ પ્રોફેસરમાં સંઘના કાર્યકરોને ઘૂસાડી દેવામાં આવતા દેકારો બોલી ગયો છે. આ દરમિયાન બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના ડો. રંજન ખૂંટે પોતે જ પોતાના માટે ભરતીની જાહેરાત બહાર પાડતા ઉહાપોહ મચી ગયો છે. આ તમામ બાબતે કુલપતિ ઉત્પલ જોશી પાસે કોઈ સ્પષ્ટ જવાબ નથી.
હાલમાં જ ડો. ખૂંટ હાલ મહેકમ – અ એટલે કે ટીચિંગ વિભાગના હેડ છે અને પોતે જ પોતાની ભરતી માટેની જાહેરાત બહાર પાડી હોવાનું સામે આવ્યું છે. આ અંગે એવું કહેવાઈ રહ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો કરતા પણ વધુ સત્તા ડો. રંજન ખૂંટ પાસે છે અને કુલપતિની દયામાયાથી તેઓ એકલા અડધો ડઝન જેટલા હોદ્દાઓ પર બિરાજમાન છે. ડો. રંજન ખૂંટના હોદ્દાઓ જોઈએ તો 1. મહેકમ અના ઘજઉ તો રંજન ખૂંટ, 2. બાયોકેમેસ્ટ્રીના હેડ તો રંજન ખૂંટ, 3. મહિલા હોસ્ટેલમાં રેક્ટર તો રંજન ખૂંટ, 4. ઈંચઅઈ કમિટીમાં તો રંજન ખૂંટ, 5. ઈંઈઈના સભ્ય તો રંજન ખૂંટ, 6. જજઈંઙ તો રંજન ખૂંટ… આવી તો અઢળક જગ્યાએ રંજન ખૂંટ ગોઠવાઈ ચૂક્યા છે. એક જ વ્યક્તિને આટલા બધા હોદ્દા આપવા પાછળ કુલપતિ ઉત્પલ જોશી સહિતનાઓની શું ગણતરી છે તે તો તેઓ જ જાણે પરંતુ એક વ્યક્તિને અડધો ડઝન જેટલા હોદ્દાઓ આપી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીજા લાયક અનુભવી મહિલા પ્રોફેસર સાથે અન્યાય કરવામાં આવતો હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.
- Advertisement -
દક્ષા ગોહિલ, અશ્ર્વિની જોશી, શ્રદ્ધા બારોટ જેવા અનુભવી મહિલા પ્રોફેસર સાથે અન્યાય કરી દરેક જગ્યાએ રંજન ખૂંટને સ્થાન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ પર એકલા ડો. રંજન ખૂંટને જ આગળ કરવામાં આવતા શિક્ષણવિદ્દ સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અન્ય મહિલા અધ્યાપકો નથી? ડો.રંજન ખૂંટ સિવાય અનુભવી મહિલા અધ્યાપકોની કમી છે? પત્રકારત્વ ભવનના ડો. નીતા ઉદાણી, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડો. શ્રદ્ધા બારોટ, ફિલસૂફી ડિપાર્ટમેન્ટના ડો. ચાવડા મેડમ, નેનો સાયન્સવાળા ડો. અશ્વિની જોશી, કોમર્સના ડો. દક્ષા ગોહિલ, ડો. કલ્પા માણેક, ડો. રેખાબા જાડેજા ઉપરાંતના ડઝનેક અનુભવી મહિલા અધ્યાપકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે છે પરંતુ કુલપતિ ઉત્પલ જોશીના શાસનમાં દરેક મહત્વપૂર્ણ જગ્યાઓ પર માત્ર ડો. રંજન ખૂંટને જ આગળ કરવામાં આવે છે. આથી અન્ય મહિલા પ્રોફસરમાં પણ કચવાટ અનુભવાઈ અન્યાયની લાગણી પ્રસરી રહી છે.
કમિટી કોઈપણ હોય, મહેશ જીવાણી અને શૈલેષ પરમાર હોય જ!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ હોદ્દા પર ડો. રંજન ખૂંટની જેમ જ મહેશ જીવાણી અને શૈલેષ પરમારને આગળ કરવામાં આવતા હોવાના આક્ષેપ અંદરખાને થઈ રહ્યા છે. નવી ઈંચઅઈ કમિટી બની તેમાં પણ અમુક લોકો સામેલ છે. ઙવઉ કમિટી હોય કે અન્ય કોઈ આ ચાર પાંચ લોકો જ તેમાં હોય છે. કોઇપણ કઈંઈ હોય તો તેમાં પણ અમુક નામ મોખરે હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર બહારના લોકોને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેમ કે શૈલેષ પરમાર (જે ઇડર સાઇડના વતની છે), દીપક પટેલ (જે ઉત્તર ગુજરાતના વતની છે) નવીન શાહ (જેઓ અમદાવાદ બાજુના છે) પર સત્તાધીશોને વિશેષ વ્હાલ હોવાનું કહેવાઈ રહ્યું છે.