રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ મહાકુંભમાં જશે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તા.1 ફેબ્રુઆરીના શાહી સ્નાન કરશે
હાલ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં એક બાદ એક ટોચના રાજનેતાઓ શાહી સ્નાન કરવા જઇ રહ્યા છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે ગત સપ્તાહે જ શાહી સ્નાન કર્યું હતું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.5 ફેબ્રુઆરીના રોજ શાહી સ્નાન કરશે. આ પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા.27 જાન્યુઆરીના શાહી સ્નાન કરશે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ તા.1 ફેબ્રુઆરીએ કુંભમેળામાં સ્નાનમાં ભાગ લેશે.
- Advertisement -
અમિત શાહ શાહી સ્નાન ઉપરાંત ગંગા-પૂજા અને આરતી પણ કરશે. આ માટેની તમામ તૈયારીઓ શરુ થઇ ગઇ છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તા.10ના રોજ કુંભની મુલાકાત લેશે અને કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે. કુંભમેળામાં તા.29ના રોજ મોનીઅમાવસ્યાના બીજુ શાહી સ્નાન યોજાશે. તા.3 ફેબ્રુઆરીના વસંત પંચમીના દિવસે ત્રીજુ શાહી સ્નાન યોજાશે. તા.12 ફેબ્રુઆરીના માર્ગ પૂર્ણિમા અને તા.26 ફેબ્રુઆરીના મહાશિવરાત્રી નિમિત્તે શાહી સ્નાન યોજાશે.