ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રામલીલા તથા મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો.
ઈતિહાસમાં સૌ પ્રથમ વાર જુનાગઢ શહેરમાં રામલીલા તથા મહાઆરતીમાં બહોળી સંખ્યામાં શહેરીજનો,સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતા અને શહેરના કારસેવકોને મોમેંટો આપી સન્માનિત કરાયા હતા ત્યારે જયશ્રી રામ ના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું સમગ્ર રાષ્ટ્રમાં હાલ અયોધ્યા મુકામે પ્રભુશ્રી રામચંદ્રજી ભગવાનના નવ નિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અન્વયે અનેરો ઉત્સાહ આનંદ અને ઉમંગ સ્વયંભુ રીતે જોવા મળી રહ્યો છે.ત્યારે જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા દિલ્હીના ખ્યાતનામ કલાકારો દ્વારા બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ, ભૂતનાથ મહાદેવ મંદિર માર્ગ ખાતે રામલીલા તથા પ્રભુશ્રી રામચંદ્રજીની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો. રામલીલા અને મહાઆરતી કાર્યક્રમ પહેલા સૌ પ્રથમ માન.મેયરશ્રી ગીતાબેન મોહનભાઈ પરમારના વરદ હસ્તે તેમજ ઉપસ્થિત મહાનુભવો દ્વારા દીપપ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ પ્રારંભે પ્રસંગોચિત ઉદબોધન પદાધીકારિશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ દિલ્હીના ખ્યાતનામ કલાકારો દ્વારા રામલીલા કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત સૌ શહેરીજનોએ દીપક હાથમાં રાખી મહાઆરતી કરવામાં આવી હતી.તેમજ શહેરના કારસેવકોશ્રી જીતુભાઈ ભીંડી,નિર્ભય ભાઈ પુરોહિત,યોગેશભાઈ રાવલ,નવનીતભાઈ શાહ,અશોકભાઈ ભટ્ટ,ભરતભાઈ ગાજીપરા,અશ્વિનભાઈ જાદવને મોમેંટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તકે સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા, કલેકટર અનિલ રાણાવસિયા, કમિશનર રાજેશ તન્ના, ડે.મેયર ગીરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્મા, વીઠલેશ ભવનના બાવાશ્રી શરદ બાવા સહીત બહોળી સંખ્યામાં શહેરી જનો જોડાયા હતા.સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું તેમજ “જય શ્રી રામ” ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ પટાંગણમાં રામલીલા સાથે મહા આરતી યોજાઇ
