પ્રથમ મેચમાં સદી કરનાર ઈશાન પ્રથમ દડે જ આઉટ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
શાર્દુલ ઠાકુરની શાનદાર બોલિંગ બાદ નિકોલસ પૂરન અને મિશેલ માર્શની અડધી સદી ઇનિંગ્સ થી લખનૌ સુપર જાયન્ટ્સે ગુરૂવારે સનરાઇઝર્સ હૈદરાબાદને તેના ગઢમાં પાંચ વિકેટથી હરાવ્યું.
લખનૌની સિઝનની પ્રથમ જીત છે જ્યારે હૈદરાબાદની પ્રથમ હાર છે. મેગા ઓક્શનમાં ન વેચાતા શાર્દુલ (34/4)ની આગેવાની હેઠળ લખનૌના બોલરોએ હૈદરાબાદને નવ વિકેટે 190 રન સુધી રોકી દીધું હતું. જે બાદ 16.1 ઓવરમાં પાંચ વિકેટે 193 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. લખનઉએ ચાર રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી પુરન (70) અને માર્શ (52)એ બીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરીને જીતનો પાયો નાખ્યો હતો. બંનેએ હૈદરાબાદના બોલરોને પછાડ્યા અને ચારે બાજુથી રન બનાવ્યા.
- Advertisement -
ટીમ એ પાવરપ્લેમાં 77 રન બનાવ્યા. પુરન આ સમયગાળા દરમિયાન વધુ આક્રમક રહ્યો. તેણે આ સિઝનની બીજી અડધી સદી 18 બોલમાં પૂરી કરી. હૈદરાબાદના સુકાની કમિન્સે પુરનની આક્રમક ઇનિંગને એલબીડબ્લ્યુ આઉટ કરીને ખતમ કરી નાખી. તેની આગામી ઓવરમાં કમિન્સે માર્શને પણ આઉટ કર્યો હતો.
કેપ્ટન પંત (15) ફરી નિષ્ફળ ગયો. અંતે સમદ (22) અને મિલર (13) વાપસી કરીને ટીમને જીત તરફ લઈ ગયા હતા. આ પહેલા શાર્દુલે (34/4) ટોસ જીતીને પંતના બોલિંગના નિર્ણયને સાચો સાબિત કર્યો હતો. તેની બીજી ઓવરમાં, તેણે શોર્ટ બોલ પર અભિષેકને આઉટ કર્યો અને પછી ગત મેચના સેન્ચુરિયન ઈશાનને લેગ સાઇડ પર વિકેટ પાછળ કેચ કરાવ્યો. હૈદરાબાદની ટીમ અંત સુધી આ સદમાં માથી બહાર નીકળી શકી ન હતી. હેડે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. તેમના સિવાય અનિકેતે 36 રન, નીતીશે 32 રન અને ક્લાસને 26 રનનું યોગદાન આપ્યું હતું. જો કમિન્સ ચાર બોલ પર 18 રન ન બન્યા હોત તો ટીમ આ સ્કોર સુધી પહોંચી શકી ન હોત. હરાજીમાં કોઈપણ ટીમે શાર્દુલને કોઈ કિંમત આપી ન હતી.
મોહસીન ઈજામાંથી સાજો ન થવાને કારણે લખનૌએ તેને અંતિમ ક્ષણે ટીમમાં સામેલ કર્યો હતો. આ ફાસ્ટ બોલરે આ નસીબદાર તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. ઈશાન કિશન ઈંઙક માં સદી ફટકાર્યા બાદ આગામી મેચમાં શૂન્ય પર આઉટ થનારો છઠ્ઠો ખેલાડી છે. તે યુસુફ પઠાણ (2010), સુરેશ રૈના (2013), શેન વોટસન (2018-19), વેંકટેશ ઐયર (2023) અને માર્કસ સ્ટોઇનિસની ક્લબમાં જોડાય છે. કર્મિસ પોતાની પ્રથમ ત્રણ બોલમાં સિક્સરની હેટ્રિક મારનાર તે ચોથો ખેલાડી છે. આ પહેલા સુનીલ નારાયણ (2021), નિકોલસ પૂરન (2023) અને એમએસ ધોની (2024) આ કરી ચુક્યા છે.



