ગેસના બાટલામાં આગ લાગતા નાસભાગ મચી: કોઈ જાનહાનિ નહીં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ શહેરના જોશીપુરા વિસ્તારના ક્ધયા છાત્રાલય પાછળ આવેલ શિવનગર સોસાયટીમાં ગઈકાલ રાત્રીના એક રાંધણ ગેસના બાટલામાં આગ લાગતા સ્થાનિક રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી સદનસીબે જાનહાની ટળી હતી.
- Advertisement -
શિવનગર સોસાયટીમાં આવેલ એક મકાનમાં રાંધણ ગેસના બાટલાની નળી લીક થવાથી અચાનક બાટલામાં આગ લાગી હતી અને આગ વધુ પ્રસરે તે પેહલા ગેસના બાટલાને ઘર બહાર ફેંકી દેવાયો હતો છતાં આગ ચાલુ રહેતા સ્થાનિક લોકોએ આગને કાબુમાં લેવા ખુબ પ્રયત્ન કર્યા હતા છતાં આગ કાબુમાં નહિ આવતા જૂનાગઢ મનપા ફાયર વિભાગને જાણ કરતા તુરંત દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી જે રીતે બાટલા માંથી આગ પ્રસરી તેજોતા ઘરમાં પણ નુકશાન થવાની સાથે જાનહાની શક્યતા સેવાઈ રહી પણ મકાન માલિકની સજાગતાથી વધુ આગ પ્રસરે તે પેહલા બાટલો ઘર બાર મૂકી દેતા કોઈ જાનહાની થયાના સમાચાર નથી.