સનાતન ધર્મની માન્યતાઓ મુજબ કળીયુગનો અંત થયા બાદ ભગવાન વિષ્ણુ ધર્મની પુન:સ્થાપના માટે કલ્કિના અવતારમાં જન્મ લેશે. ભગવાનનો આ અવતાર શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિના રોજ પૃથ્વી પર અવતરિત થશે.
તેથી દર વર્ષે શ્રાવણ મહિનામાં શુક્લ પક્ષની ષષ્ઠી તિથીના રોજ કલ્કિ જયંતી મનાવવામાં આવે છે. શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની છઠ્ઠના દિવસે કલ્કિ જયંતિ મનાવવામાં આવે છે. કલ્કિ ભગવાન વિષ્ણુનો દસમો અને અંતિમ અવતાર છે. આ વખતે કલ્કિ જયંતી બુધવારે ત્રણ ઓગષ્ટે મનાવવામાં આવશે.
- Advertisement -
ભગવાન વિષ્ણુની કરાય છે આરાધના
કલ્કિ જયંતીના દિવસે મંદિરોમાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. એવુ કહેવામાં આવે છે કે કલ્કિ જયંતીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી જીવનના બધી પીડાઓ પૂરી થાય છે. શ્રી હરિના ભક્તોને આ દિવસ ખૂબ પ્રિય છે. કલ્કિ જયંતિના દિવસે વિષ્ણુના ભક્તો વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુની પ્રિય વસ્તુઓ તેમને અર્પિત કરે છે. આ દિવસે વિષ્ણુજીના મંત્ર અને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.
- Advertisement -
કલ્કિ જયંતીનુ શુભ મુહૂર્ત
શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની છઠ્ઠની તિથી બુધવારે 3 ઓગષ્ટે સવારે 5 વાગ્યેને 41 મિનિટથી શરૂ થશે અને ગુરૂવારે 4 ઓગષ્ટે સવારે 5 વાગ્યેને 40 મિનિટ પર સમાપ્ત થશે. પરંતુ કલ્કિ જયંતીનુ વ્રત 3 ઓગષ્ટે રાખવામાં આવશે. આ દિવસે સાંજે 4 વાગ્યેને 45 મિનિટથી લઇને સાંજે 7 વાગ્યેને 30 મિનિટ સુધી પૂજાનુ શુભ મૂહુર્ત રહેશે.