ગાજીપુરમાંથી ચુંટાયેલા અને રાજયના માફીયા મુખ્તાર અંસારીના ભાઈ સામે કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
ઉતરપ્રદેશમાં ગેંગસ્ટર એકટ હેઠળ ચાર વર્ષની જેલસજા મેળવનાર ગાજીપુરમાંથી ચુંટાયેલા બહુજન સમાજ પક્ષના સાંસદ અફઝાલ અંસારીનું લોકસભાનું સભ્યપદ ખત્મ કરી દેવામાં આવ્યું છે. ગત શનિવારે જ ગાજીપુરની એમ.ટી.એમ.એસ.એ. કોઈ યુપીના માફીયા મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલ સજા કરી હતી અને તેના ભાઈ અને બસપાના સાંસદ અફજાલને ચાર વર્ષની જેલ સજા કરવામાં આવી હતી.
જે બાદ બે વર્ષ કે તેથી વધુ જેલ સજા મેળવનાર સાંસદ ધારાસભ્યનું સભ્યપદ ચૂકાદા સાથે જ રદ થાય તે લોકપ્રતિનિધિત્વની ધારાની જોગવાઈ મુજબ લોકસભા સચિવાલયે પ્રક્રિયા હાથ ધરીને ગઈકાલે એક આદેશમાં સાંસદ અફજાલ અંસારીનું સભ્યપદ રદ કર્યુ હતું.
અફઝાલે 2019ની લોકસભા ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરના હાલના રાજયપાલ અને તે સમયના ભાજપના ઉમેદવાર મનોજસિંહાને 119392 મતે પરાજીત કર્યા હતા. અગાઉ તેઓ સપાના તરફથી આ બેઠક લડયા હતા.