રાજય સરકારે રૂા.159 કરોડની જોગવાઈ કરી છે
રાજયનું ચુંટણી સંચાલન સતત મોંઘુ બની રહ્યુ છે આ રકમ ફકત સરકાર દ્વારા થનારા ખર્ચની; રાજકીય પક્ષો- ઉમેદવારો તો અધધધ જંગી રકમની ‘જોગવાઈ’ કરીને બેઠા છેગુજરાતમાં રાજકીય પક્ષોની સાથે રાજય સરકાર અને ખાસ કરીને વહીવટીતંત્રમાં લોકસભા ચૂંટણી તૈયારી શરૂ કરી છે અને અન્ય રાજયોની માફક ગુજરાતને પણ તેનું ચુંટણી પ્લાનર કે ચુંટણી કેલેન્ડર તૈયાર રાખવા ચુંટણીપંચે સૂચના આપી છે તે સમયે ગત બજેટમાં લોકસભા ચુંટણી માટે રૂા.159 કરોડની જે ફાળવણી કરવામાં આવી તે તેની સામે વાસ્તવિક ખર્ચ વધવાની તમામ શકયતાને ધારણા માટે તે ચુંટણી વધુ રૂા.313.59 કરોડનો ખર્ચ માટે ફાળવણી કરવા જણાવતા ગુજરાતને આ ચુંટણી રૂા.450 કરોડમાં પડશે.
- Advertisement -
આ ખર્ચ ફકત રાજય સરકાર અને ચુંટણીપંચ અને રાજય સરકાર સંયુક્ત રીતે જે કરશે તે જ છે. જયારે રાજકીય પક્ષો અને ઉમેદવારોના ખર્ચ તેનાથી પણ અનેક ગણો વધુ હશે. તા.1થી ગુજરાતનું બજેટ સત્ર શરૂ થનાર છે અને તા.2ના રાજયનું બજેટ રજુ થશે તેમાં ચુંટણી ખર્ચ માટે વધુ ફાળવણીનો સંકેત મળી જશે. રાજય સરકાર તેના સ્ટાફને જે ચુંટણી સહિતની આ કવાયતલક્ષી કામગીરી માટે જે ફાળવે છે તેના ભથ્થા- ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, બુથ સંચાલન વિ.નો છે.
ગુજરાત ચુંટણી અધિકારીને રૂા.313.59 કરોડની ફાળવણી થઈ ગઈ છે અને તેના આધારે પંચ મારફત ખર્ચ પણ શરૂ થઈ ગયા છે. પંચના અંદાજ મુજબ કુલ ખર્ચ રૂા.472.99 કરોડ સુધીનો પણ થઈ શકે છે. પંચને ચુંટણી પુર્વે એક ચોકકસ રકમ ફાળવી દેવાય છે અને બાદમાં ખરેખર ખર્ચના આધારે બાકીની રકમ ફાળવવામાં આવે છે. 2022ની ધારાસભા ચુંટણીમાં રૂા.450 કરોડનો ખર્ચ થયો હતો. આ ચુંટણીમાં તે અંદાજ મુજબ આગળ વધાઈ રહ્યું છે.
2017થી ધારાસભા ચુંટણી માટે રૂા.250 કરોડનું પ્રોવિઝન કરવામાં આવ્યું હતું અને ખરેખર ખર્ચ રૂા.326 કરોડનો થયો છે. 2022માં રૂા.175 કરોડની જોગવાઈ થઈ હતી પણ ખરેખર ખર્ચ તેના કરતા ડબલથી વધી ગયો હતો.
- Advertisement -