ગામમાં ઠેર ઠેર ગંદકી અને ઉકરડા બાબતે અનેક રજૂઆત છતાં સ્વચ્છતાનો અભાવ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
રાજ્યના સ્વચ્છતા અભિયાન માટે કાગળો પર હોય તેવું દૃશ્ય લગભગ ગ્રામ વિસ્તારોમાં નજરે પડે છે. જેમાં મૂળી તાલુકાના સરા ગામે પણ ગંદકી અને બિસ્માર રોડના લીધે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરા ગામના રોડ રસ્તા બિસ્માર હોવાની સાથે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ રહેતા દુર્ગંધનો વાતાવરણ ઊભું થયું છે. ગંદકીના લીધે સ્થાનિકોને પસાર થવું પણ મુશ્કેલ બને છે ત્યારે આ અંગે અનેક વખત સરા ગ્રામ પંચાયતને રહીશો દ્વારા રજૂઆત કરી છે પરંતુ આજદિન સુધી સ્વચ્છતાના નામે ભોપાળું જ જોવા મળે છે. ત્યારે આ ગંદકીના લીધે આજુબાજુ રહેતા રહીશોના ઘરે પણ બીમારીના ભોગ બને છે જેને લઇ સરા ગામે તાત્કાલિક ધોરણે સ્વચ્છતા અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.