પાપડના બોક્ષની આડમાં લઇ જવાતો 15.77 લાખનો વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
દસાડા સ્થાનિક પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે શંખેશ્વર તરફથી જૈનાબાદ તરફ એક ટ્રક વિદેશી દારૂ ભરીને આવતો હોવાની બાતમીના આધારે પોલીસ દસાડા – જૈનાબાદ હાઇવે પર વોચ ગોઠવી ઊભા હોય તેવા સમયે એક ટ્રક આર જે 19 જી એચ 9076 વાળાને અટકાવી ટ્રકના પાછળના ભાગે તપાસ કરતા પાપડના બોક્ષની આડમાં છુપાયેલ વિદેશી દારૂની બોટલ નંગ 5628 કિંમત 15,77,532/- રૂપિયાનો મળી આવતા ટ્રકમાંથી અશોકકુમાર શંકરલાલ સોઢા રહે: રાજસ્થાન તથા તિલોકચંદ પેમારામ બાંબુ રહે: રાજસ્થાન વાળાને ઝડપી લઇ ટ્રક કિંમત દશ લાખ તથા પાપડના બોક્ષ 118 કિંમત 1.18 લાખ રૂપિયા બે મોબાઇલ કિંમત 10,000/- રૂપિયાના એમ કુલ મળી 27,05,532/- રૂપિયાનો મુદામાલ ઝડપી લઇ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર સુભાષભાઈ બીશનોઇ રાજસ્થાન વાળો તથા ભરત ખોડુભા ગઢવી રહે: ભચાઉ વાળાએ દારૂ મંગાવ્યો હોવાનું જણાવતા કુલ ચાર વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.