શહેરના તરસાલી હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલમાં પીરસવામાં આવેલા સૂપમાંથી મૃત ગરોળી નીકળતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
વડોદરામાં હોટેલના ભોજનમાંથી જીવાત નીકળવાની વધુ એક ઘટના સામે આવી છે. વડોદાના તરસાલી હાઇવે પર આવેલી સર્વોત્તમ હોટલમાં ગ્રાહકને આપવામાં આવેલ સૂપમાંથી મૃત ગરોળી નીકળતા વિવાદ સર્જાયો છે. એટલું જ નહીં હોટેલના મેનેજરનો લોકોએ ઉધડો લીધો છે.
- Advertisement -
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના તરસાલી હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટલમાં પીરસવામાં આવેલા સૂપમાંથી મૃત ગરોળી નીકળતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. ઘણા લોકો તો અજાણતા મૃત ગરોળી વાળું અડધું સૂપ પણ પી ગયા હતા. ગ્રાહકને આ અંગે ખબર પડતાં હોટલ મેનેજરનો ઉધડો લીધો હતો.
જોકે, આ ગંભીર બેદરકારી બદલ હોટલ મેનેજરે માંફી માંગી પરંતુ ગ્રાહક રોષે ભરાયો હતો. આ અંગે ગ્રાહકે સવાલ ઉઠાવ્યો કે,”અમારા પરીવારના સદસ્યોને કશું થયું તો કોણ જવાબદાર? ફૂડ હાઇજીન મેઈનટેઈન કરવામાં હોટેલ સંચાલકો નિષ્ફળ ગયા છે. કોર્પોરેશનની ફુડ સેફ્ટીની ટીમો તહેવારો નજીક આવતા ચેકીંગ હાથ ઘરે છે. અન્ય દિવસોમાં આરોગ્ય શાખા હોટેલ સંચાલકો પર ચાર હાથ કરે છે.”