રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
આજે સંસદમાં ચોમાસુ સત્રનો 8મો દિવસ છે. રાજ્યસભામાં સતત બીજા દિવસે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ રહી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું – અમે દુનિયા સામે પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું. લોહી અને પાણી એકસાથે ચાલશે નહીં.
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે દુનિયાના કોઈપણ નેતાએ ભારતને આ ઓપરેશન બંધ કરવા કહ્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. અમે અમેરિકા, સાઉદી અરેબિયા સહિત ઘણા દેશો સાથે ચર્ચા કરી હતી. બધા કોલ્સ રેકોર્ડ પર છે. તે મારા સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ છે. અમે બધાને કહ્યું કે જો પાકિસ્તાન યુદ્ધ રોકવા માંગે છે, તો તેણે અમારા ઉૠખઘ ચેનલ દ્વારા અમને વિનંતી કરવી જોઈએ. આ દરમિયાન જયરામ રમેશે બોલવાનું શરૂ કર્યું. હરિવંશે તેમને ખુરશી પરથી અટકાવ્યા અને કહ્યું કે આ યોગ્ય પરંપરા નથી. આ અંગે જયશંકરે કહ્યું કે હું તેમને કહેવા માંગુ છું કે,કાન ખોલીને સાંભળી લો… 12 એપ્રિલથી 22 જૂન સુધી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે એક પણ ફોન કોલ થયો નથી.
જેપી નડ્ડા આજે બપોરે 3 વાગ્યે ગૃહમાં ભાષણ આપશે. ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં સમાપન ભાષણ આપી શકે છે. મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ થઈ હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહે રાજ્યસભામાં બપોરે 2 વાગ્યે ચર્ચા શરૂ કરી હતી, જે રાત્રે 10 વાગ્યા સુધી ચાલી હતી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, જેડીયુ સાંસદ સંજય કુમાર ઝા સહિત ઘણા સાંસદોએ ભાગ લીધો હતો.
- Advertisement -
ખડગેએ કહ્યું- નેતૃત્વ એટલે જવાબદારી લેવી, કોઈને દોષ ન આપવો. તેઓ (મોદી) જવાબ નહીં આપે, તેઓ તેમના મિત્રો-મંત્રીઓને કહેશે કે તેઓ જે કહેવા માંગે છે તે જઈને કહે. તેમણે 11 વર્ષમાં ક્યારેય ચર્ચામાં ભાગ લીધો નથી. એક વ્યક્તિને આટલો બધા માથે ન ચઢાવો, તેને ભગવાન ન બનાવો. તે લોકશાહી રીતે આવ્યા છે, તેને માન આપો, તેની પૂજા ન કરો.
ગઈકાલે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાનો બીજો દિવસ હતો. પીએમ મોદીએ પોતાનું ભાષણ છેલ્લું આપ્યું. તેમણે કહ્યું- દુનિયાના કોઈ પણ નેતાએ ભારતને પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી બંધ કરવા કહ્યું નથી. પાકિસ્તાનના ઉૠખઘએ ભારતના ઉૠખઘને હુમલો રોકવા વિનંતી કરી હતી કારણ કે તે આપણા હુમલાનો સામનો કરી શક્યા ન હતા.