ક્રાઉડસોસ્ર્ડ ડેટા પ્લેટફોર્મ નંબેઓએ એક સર્વે હાથ ધર્યો
જો તમે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવાનું વિચારી રહ્યાં છો, તો વર્ષ 2025માં જે દેશો સૌથી સુરક્ષિત દેશ માનવામાં આવે છે, તેના વિશે જાણો. તમને જાણીને સુખદ આશ્ચર્ય થશે કે જ્યારે ભારત આ યાદીમાં થોડું ઉપર પર છે, ત્યારે અમેરિકા જેવી શક્તિશાળી તાકાત ઘણી પાછળ રહી ગઈ છે. આ રિપોર્ટમાં આ દેશોની તપાસ કરવામાં આવે છે.
- Advertisement -
એવો કોઈ દેશ નથી કે જ્યાં કોઈ ગુનો ન થતો હોય, પરંતુ જ્યારે પણ આપણે બીજા દેશમાં ફરવા જવાનો પ્લાન કરીએ છીએ, ત્યારે તે દેશ પ્રવાસીઓ માટે સુરક્ષિત છે કે નહીં તે અંગે આપણે ચોક્કસપણે સંશોધન કરીએ છીએ. જેટલું જરૂરી ફરવું છે, સલામતી પણ તેટલી જ મહત્વપૂર્ણ છે. ક્રાઉડસોસ્ર્ડ ડેટા પ્લેટફોર્મ નંબેઓએ તાજેતરમાં એક સર્વે હાથ ધર્યો હતો અને ગુનાના દરના આધારે વર્ષ 2025 માટે વિશ્વના સૌથી સુરક્ષિત દેશોની સૂચિ જાહેર કરી હતી. જેનો અર્થ એ છે કે આ દેશોમાં પ્રવાસીઓ કોઈ પણ તણાવ અને ભય વિના આરામથી ફરી શકે છે. જો તમે પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવાનું વિચારી રહ્યાં છો, તો તમારે આ દેશો વિશે જાણવું જોઈએ.
બુર્જ ખલીફાવાળા આ દેશમાં ફરવું સલામત છે
સૌથી સુરક્ષિત દેશોની યાદીમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) 84.5ના સ્કોર સાથે બીજા ક્રમે રહ્યું છે. સંયુક્ત અરબ અમીરાત રહેવા અને ફરવા માટે યોગ્ય ડેસ્ટિનેશન છે. સૌથી સારી વાત એ છે કે યૂએઈ પર્યટનની દ્રષ્ટિએ પોતાનાં પગ ફેલાવી રહ્યું છે અને ધીરે ધીરે આ દેશ ટ્રાવેલિંગના શોખીન લોકોની પહેલી પસંદ બની રહ્યો છે. આ દેશનું દુબઇ શહેર ઘણાં લોકોની વિસ લીસ્ટમાં છે. વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પણ અહીં જ છે. જેને જોવા માટે દર વર્ષે દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ આવે છે. એકંદરે, આ દેશમાં ફરવું લોકો માટે સલામત છે.
કતાર તેનાં આધુનિક સ્થાપત્ય અને ઊંચી ઇમારતો માટે જાણીતું છે
કતારને સૌથી સુરક્ષિત દેશોની યાદીમાં 84.2ના સ્કોર સાથે વિશ્વનો ત્રીજો સૌથી સુરક્ષિત દેશ જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં ફરતાં પ્રવાસીઓ સલામતી અનુભવે છે. પશ્ચિમ એશિયાનો આ દેશ પોતાનાં આધુનિક સ્થાપત્ય, ઊંચી ઇમારતો અને ભવ્ય શોપિંગ મોલ્સ માટે જાણીતો છે. સાથે જ અનેક પ્રકારનાં સંગ્રહાલયો છે, જેને જોવા માટે પ્રવાસીઓ દૂર દૂરથી આવે છે. બીજી તરફ, જો તમે બીચ પ્રેમી છો, તો દોહા કોર્નિચને એક્સપ્લોર કરી શકાય છે, જ્યાં તમે દરિયા કિનારે ફરી શકો છો અને વિવિધ પાણીની પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો.
- Advertisement -
તાઇવાનથી જાપાન સુધી
તાઈવાન 82.9ના સ્કોર સાથે આ લીસ્ટમાં સલામત દેશોની યાદીમાં ચોથા ક્રમે છે. આ યાદીમાં સામેલ અન્ય દેશોમાં ઓમાન (81.7 સ્કોર), આઈલ ઓફ મેન (79.0), હોંગ કોંગ (78.5), અર્મેનિયા (87.9), સિંગાપોર (9મો) અને જાપાન (77.1)નો સમાવેશ થાય છે.
સુરક્ષિત દેશોની યાદીમાં ભારતનું સ્થાન શું છે ?
આ લીસ્ટમાં ભારતને વિશ્વનાં 66માં સૌથી સુરક્ષિત દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા કરતાં પણ વધુ સુરક્ષિત દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. વર્ષ 2025 માટે દુનિયાનાં સૌથી સુરક્ષિત દેશોની યાદીમાં અમેરિકા 89માં સ્થાન પર છે. જ્યારે પાકિસ્તાન 56.3 પોઈન્ટ સાથે 65માં ક્રમે છે.
આ યુરોપનો સૌથી સુરક્ષિત દેશ છે
નંબેઓ નામની વૈશ્વિક રેટિંગ એજન્સીએ જાહેર કરેલી યાદી અનુસાર, એન્ડોરાને 84.7 પોઇન્ટ સાથે વર્ષ 2025 માટે સૌથી સુરક્ષિત દેશ જાહેર કરવામાં આવ્યો છે. એન્ડોરા યુરોપનો છઠ્ઠો સૌથી નાનો દેશ છે અને વિશ્વનો 16 મો સૌથી નાનો દેશ છે. આવી સ્થિતિમાં, આ દેશમાં દિવસે તેમજ રાત્રે ફરવું સૌથી સલામત માનવામાં આવે છે. પોપ્યુલેશન રિવ્યુ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, એન્ડોરાની આખી વસ્તી શિક્ષિત છે. જો કે આ ડેટા 2016ના છે. એન્ડોરા સાથે જોડાયેલી બીજી ખાસ વાત એ છે કે આ દેશની પોતાની સેના નથી. એન્ડોરા પાર્ટનર વેબસાઇટના રિપોર્ટ અનુસાર, દેશમાં કોઇ સેના નથી કે કોઇ પણ પ્રકારનું સશસ્ત્ર દળ પણ નથી. તેઓએ સુરક્ષા માટે સ્પેન અને ફ્રાન્સ સાથે કરાર કર્યા છે. રિપોર્ટ અનુસાર, પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલાં આ દેશમાં 600 લોકોની સેના હતી જે પાર્ટ ટાઈમ સૈનિકો હતાં.