ગ્રામ્ય પોલીસે PGVCL સ્ટાફને સાથે રાખી વીજચોરીના 26 કેસ કરી 16 લાખનો દંડ ફ્ટકારી 3 ગેરકાયદે કનેક્શન કાપી નાખ્યા
જાહેરનામા ભંગના 9 કેસ નોંધાયા : એકને પાસા, બેને હદપાર કરતા એસપી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા તમામ શહેર અને જીલ્લાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ તેમજ વારંવાર ગુનાઓ આચરતા હોય તેવા ગુનેગારોનું લીસ્ટ તૈયાર કરી કડક કાર્યવાહી કરવા આપેલી સુચના અન્વયે રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા 397 ;લોકોની યાદી તૈયાર કરવામાં આવી હતી દરમિયાન જીલ્લાના જુદા જુદા પોલીસ મથકના સ્ટાફ દ્વારા પોતપોતાના વિસ્તારોમાં પીજીવીસીએલ સ્ટાફને સાથે રાખીને વીજચોરીના 26 કેસ કરી 16.43 લાખનો દંડ ફટકારી, 3 કનેક્શન કટ કર્યા હતા તેમજ જાહેરનામાં ભંગ સબબ 9 કેસ નોંધી, એકને પાસામાં અને બેને હદપારના હુકમ કરવામાં આવ્યા છે.
રાજકોટ જીલ્લા પોલીસવડા હિમકરસિહની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં વારંવાર ગુનાઓ આચરતા 397 ટપોરીઓનુ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે આ તમામના ઘરે તપાસના આદેશ આપતા જિલ્લાભરની પોલીસમાં દોડધામ મચી ગઈ હતી જેમાં પીજીવીસીએલના સ્ટાને સાથે રાખીને કડક કાર્યવાહી કરવામાં આવતા ગુનેગારોમાં ડાટ વ્યાપી ગયો છે ગોંડલ સીટી પોલીસે વીજચોરીના 4 કેસ કરી 5 લાખનો દંડ ફટકાર્યો હતો તેમજ જાહેરનામાં ભંગનો એક કેસ કરી એકને પાસા તળે જેલમાં ધકેલી દીધો હતો જયારે ભાડલા પોલીસે વીજચોરીના 7કેસ કરી 4,85,500નો દંડ ફટકાર્યો હતો ગોંડલ તાલુકા પોલીસે 2 વીજચોરીના બે કેસમાં 1,07,700નો દંડ ફટકાર્યો હતો જયારે ઉપલેટા પોલીસે માથાભારે શખ્સ શાહનવાઝ ઉર્ફે સાનુડાના ઘરમાં રહેલ ગેરકાયદે વીજ કનેક્શન કાપી નાખ્યું હતું જયારે મેટોડા પોલીસે જાહેરનામાં ભંગ સબબ ઉમેશ ઉર્ફે અઠો હરિભાઈ સોની, રાહુલ ઉર્ફે ડોગી રાજેશભાઈ યાદવ, ભાગ્યપાલસિહ મહેન્દ્રસિહ જાડેજા અને નીતિન રમેશભાઈ સાગઠીયા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી તેમજ શાપર પોલીસે વીજચોરીના 8 કેસ, જાહેરનામાં ભંગના 4 કેસ તેમજ હદપારના બે કેસ કર્યા છે ભાયાવદર પોલીસે વીજચોરીના બે કેસ, પડધરી પોલીસે વીજચોરીના 3 કેસમાં 5.50 લાખનો દંડ ફટકાર્યો છે પાટણવાવ પોલીસે 2 કનેક્શન કટ કરી નાખતા અસામાજિક તત્વોમાં ફ્ફડાટ વ્યાપી ગયો છે.