ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રેન્જ આઇજી નીલેશ જાંજડીયા માર્ગદર્શન હેઠળ એસપી હર્ષદ મેહતાની સૂચના અનુસાર જિલ્લામાં ચાલતી દારૂની ગેરકાયદેસર પ્રવુતિ પર અંકુશ લાગવા સૂચના અપાતા બી.ડીવીઝન પોલીસે ઝાંસીરાણી પાસેના એક એપાર્ટમેન્ટ માંથી વિદેશી દારૂ ઝડપી પાડયો
જૂનાગઢ ઝાંસીરાણી સર્કલ પાસે નવરત્ન એપાર્ટમેન્ટના સાતમા માળના ફ્લેટ નંબર 705માં રહેતા ગીરીશ ઉર્ફે કાનો કિરીટભાઈ ઝાંઝમેરીયાના રહેણાંક મકાન પર બી.ડીવીઝન પીઆઇ એન.એ.શાહ તથા પોલીસ સ્ટાફને મળેલી ખાનગી હકીકત પ્રમાણે રેઇડ કરી હતી અને ફ્લેટના રૂમ માંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-70 જેની કુલ કિમંત રૂ.48,065નો મુદામાલ કબ્જે કરી ગીરીશ ઉર્ફે કાનો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ધરપકડ કરી ગુનો નોંધી દારૂ ક્યાંથી મંગાવાયો સહીતની પુછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઝાંસીની રાણી સર્કલ પાસેના એપાર્ટમેન્ટમાંથી દારૂ ઝડપાયો



