મહાપાલિકાની વેસ્ટ ઝોન કચેરીમાંથી મળ્યો દારૂની બોટલો સહિતનો સામાન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની વેસ્ટ ઝોન કચેરી દારૂની મહેફિલો માટે અગાઉ પણ છાપે ચડેલી છે. વધુ એકવખત આવી ઘટના સામે આવી છે. શહેરના દોઢસો ફૂટ રિંગરોડ પર બીગબજાર પાછળ આવેલી મહાનગર પાલિકાની વેસ્ટ ઝોન કચેરીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી છે. આ પહેલા પણ અહીંથી ઈંગ્લીશ દારૂ અને બિયરની બોટલો મળી આવી હોય હજુ પણ અહીં દારૂની મહેફિલો યોજાતી હોવાનું સામે આવ્યું છે. મનપાની વેસ્ટ ઝોન ઓફિસમાંથી દારૂની બોટલો ઉપરાંત સોડાની બોટલો અને શીંગ-વેફર્સ સહિત બાઇટિંગનો સામાન મળી આવ્યો છે. આ દારૂની મહેફિલ ત્યાં કામકાજ કરતા કર્મચારીઓ, સફાઈ કામદાર અને સિક્યુરિટી ગાર્ડ કરતા હોવાનું કહેવાઈ રહ્યું છે. હવે આ સમગ્ર મામલે મનપાના ઊચ્ચ અધિકારી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેની પર સૌની મીટ મંડાયેલી છે.
- Advertisement -
અગાઉ પણ રાજકોટ મનપા વેસ્ટ ઝોન કચેરી દારૂની મહેફિલો માટે છાપે ચડી ચૂકી છે
કર્મચારીઓ, સફાઈ કામદાર અને ગાર્ડ શંકાના દાયરામાં
રાજકોટ મનપાની કચેરીમાં મોડી રાતે યોજાતી દારૂની પાર્ટીમાં ત્યાં કામકાજ કરતા કર્મચારી, સફાઈ કામદાર સહિત સિક્યુરિટી ગાર્ડ શંકાના દાયરામાં છે. કર્મચારીઓ, સફાઈ કામદાર અને સિક્યુરિટી ગાર્ડની મિલીભગતથી અહીં દારૂની મહેફિલો યોજાતી હોવાનું તારણ છે.
- Advertisement -
રાજકોટ મહાપાલિકાની બિગ બઝાર પાછળ આવેલી વેસ્ટઝોન કચેરીમાં યોજાયેલી દારૂની મહેફિલ બાદનાં દૃશ્યો જોવા અહીં ક્લિક કરો…