જિલ્લા કલેકટરના આદેશ બાદ લીઝ મંજૂરી વગર ખનન કરતા તત્વો પર કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય દ્વારા ઉના અને ગીરગઢડા તાલુકામાં ચાલતા ગેરકાનૂની ખનનને રોકવા ઝુંબેશ ચલાવી રહ્યા છે. ત્રણ દિવસ દરમિયાન ગેરકાનૂની ચાલતા ખનન ભરી નિકળતાં ટ્રેક્ટરો પકડી પાડી લાખો રૂપિયાનો દંડ વસુલાત કર્યા બાદ વધું સૂચના આપી આવા ગેરકાનૂની પ્રવૃત્તિને ડામી દેવા પ્રાંત અધિકારી, ઉનાના માર્ગદર્શન હેઠળ ગીરગઢડા તાલુકામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી બાબતે ગીરગઢડા તાલુકાનાં આંકોલાળી ગામે ગૌચર સ.નં.1 પૈકીમાંથી ગેરકાયદેસર થતાં લાઇમ સ્ટોનનાં ખનન અંગે મળેલ બાતમી આધારે મામલતદાર વાળા અને કચેરીની ટીમ દ્વારા સ્થળ તપાસ કરતાં સ્થળે કોઈપણ પ્રકારની લીઝ મંજૂરી વગર લાઇમ સ્ટોનનું ખનન થયેલ હોવાનું ઘ્યાને આવ્યું હતું. આ સ્થળે હાજર ભાવેશભાઇ વીરાભાઇ નામનાં વ્યકિતની પૂછ5રછ કરતાં તેઓ આ જગ્યાએથી લાઇમ સ્ટોનનું ખનન કરતાં હોવાનું સ્વીકાર્યું હતું. જેથી તેનું નિવેદન લઇ પંચરોજકામ કરી ખનન વાળા સ્થળેથી થયેલ ખનન અંગે ચોક્કસ જથ્થો નકકી કરવા અંગે સ્થળ મા5ણી કરી આગળની દંડનીય કાર્યવાહી હાથ ઘરવા ભૂસ્તરશાસ્ત્રી, ખાણ ખનિજ વિભાગ, ગીર સોમનાથને અહેવાલ કરવામાંઆવ્યોછે.