જીલ્લાના તમામ ગ્રામજનો પોતાના ગામમાં જ આ સુવિધા મળવાથી ખુશખુશાલ: આયુષ્યમાન કાર્ડના અભાવે કોઈપણ ગ્રામજન સા૨વા૨થી વંચિત નહી રહે : ભૂપતભાઈ બોદર
રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર કે જેણે સત્તાને સેવાનું માધ્યમ બનાવવાના ધ્યેય સાથે રાજકારણમાં પોતાના કદમ માંડયા છે તેવા ભૂપતભાઈ બોદરેની એક અખબારી યાદીમાં જણાવેલ છે કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારો માટે નિયત માપદંડો ધરાવતા સામાજિક, આર્થિક અને જાતિ આધારીત સર્વેક્ષણ ૨૦૧૧ની યાદીમાં સમાવિષ્ટ પરિવારોને કુટુંબ દીઠ વાર્ષિક રૂા.૫ (પાંચ)લાખ સુધીનું આરોગ્ય કવચ પુરૂ પાડવા માટે તા.૨૩/૯/૧૮થી અમલી કરેલ છે. તા.૧/૩/૧૯ થી મુખ્યમંત્રી અમૃતમમા યોજના અને ‘મા વાત્સલ્ય યોજના’નો લાભ આપવાની શરૂઆત કરેલ છે. લાભાર્થીઓ યોજના અંતર્ગત જોડાયેલી કોઈપણ સરકારી / સરકાર અનુદાન મેળવતી સંસ્થાઓ / ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે છે. ત્યારે આ યોજનાનો ગ્રામજનો વધુને વધુ લાભ મેળવે એવા ઉમદા હેતુથી પી.એમ.જે.એ.વાય. યોજના અંતર્ગત કાર્ડ કઢાવવાની કામગીરી યોજના સાથે સંકળાયેલ દવાખાનાઓ અને વી.સી.ઈ ધ્વારા સંચાલીત ઈગ્રામ કેન્દ્રો, સી.એચ.સી, પી.એચ.સી, યુ.ટી.આઈ.આઈ.ટી.એસ.એલ કક્ષાએ કરવામાં આવી રહેલ છે
તેમજ ‘મા વાત્સલ્ય યોજના’ અંતગર્તના કાર્ડ પી.એમ.જે.એ.વાય યોજનામાં તબદીલ કરવાની કામગીરી ફકત યોજના સાથે સંકળાયેલ દવાખાનાઓમાં અને ઈ–ગ્રામ કેન્દ્ર કક્ષાએ થાય છે. હવેથી (આજથી) જીલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૩ સબ રજીસ્ટ્રાર પોર્ટલ, અને શહેરની ૨ હોસ્પિટલ મળીને કુલ ૮૦ જગ્યાએ ‘આયુષ્યમાન કાર્ડ’ કાઢવાની કામગીરી કાર્યરત થશે.
- Advertisement -
ત્યારે વધુમાં ભૂપતભાઈ બોદરે જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ ઘ્વારા ‘આયુષ્યમાન કાર્ડ’થી દેશના લાખો ગરીબોને કોઈપણ બીમારી સામે રૂા. ૫ (પાચ) લાખનું રક્ષણ મળે છે, ત્યારે ગ્રામજનોએ ‘આયુષ્યમાન કાર્ડ’ કઢાવવા માટે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ સહિતના ડોકયુમેન્ટ ઉપરાંત મામલતદારનો આવકનો દાખલો સાથે રાખવાનો રહેશે. તેમજ આવકનો દાખલો કઢાવ્યાને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો ફરી નવો દાખલો કઢાવવાનો રહેશે અને જુનું ‘ અમૃતમ કાર્ડ’ અથવા ‘માં વાત્સલ્ય કાર્ડ’ હોય તો તેને આયુષ્યમાનમાં તબદીલ કરી શકાશે. ત્યારે આ સુવિધાથી ગ્રામજનોને કોઈપણ તાત્કાલીક સારવાર ખાનગી હોસ્પિટલમાં પૈસાના અભાવથી અટકશે નહી અને પોતાના ગામના પી.એચ.સી કે સી.એચ.સી ખાતે જ આ કાર્ડ કઢાવવાની સુવિધા ઉપલબ્ધ બનશે. ત્યારે અંતમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે દરેક ગ્રામજનોને પોતાના ઘરઆંગણે જ આ સુવિધા ઉપલબ્ધ બની છે ત્યારે વધુને વધુ લાભ લેવા અનુરોધ કરેલ છે.