– મેધા પંડ્યા ભટ્ટ
મોટાભાગના યુવકો પોતાનો ફોટા જૂના મૂકે છે અથવા તો બીજાના ફોટા હોય છે.
મોટી ઉંમરના પુરુષો પણ નાની ઉંમરની યુવતીઓને શોધતા ફરે છે.
- Advertisement -
જેમ જેમ હું યુવક અને યુવતીઓને ડેટીંગ એપ પર મળતી ગઇ તેમ સમાજમાં લોકોના મનમાં અને દિલમાં કેટલો ખાલીપો છે, તે સમજી રહી હતી. સાથે જ મને એક નવી વાત સમજવા મળી કે મોટી ઉંમરના પુરુષોને સતત તેનું ધ્યાન રાખતી હોય કે તેની સાથે જોડાઇને રહે તેવી તેમનાથી નાની ઉંમરની યુવતીઓમાં વધારે રસ પડતો હોય છે. આ વાતનો અનુભવ રેખાને થયો હતો. ડેટીંગ એપ પર અનેક યુવાનો અને પુરુષોને ડેટ કરી ચૂકેલી રેખાએ મને કહ્યું કે મોટાભાગના લોકો તો છેતરપીંડી જ કરતા હોય છે. રેખા એક મોલમાં નોકરી કરે છે, તેનો પગાર ઓછો છે, તેથી જીવનજરૂરીયાત સિવાયના મોજશોખ માટે તે ડેટીંગ એપ પર છે. તેના ઘરમાં તે એકલી કમાણી કરે છે અને ઘર ચલાવે છે. 26 વર્ષની ઉંમર છે અને દેખાવમાં સામાન્ય છે. તેમછતાંય તે પુરુષોની માનસિકતામાં જાણે પીએચડી કરી ચૂકી હોય તેવું તેને મળ્યા પછી લાગ્યુ. રેખાની વાતો જાણીને પુરુષોની માનસિકતા ક્યા સુધીની હોઇ શકે કે ક્યા લેવલે તેઓ જઇ શકે તે થોડેઘણે અંશે સમજી શકાય છે.
રેખા સાથે ડેટીંગ એપ પર વાત થઇ પછી અમે બંનેએ નંબરની આપ લે કરી હતી. તે મૂળ અમદાવાદની જ છે અને અહીંના એક મોલમાં નોકરી કરે છે. હું તેને તેના કામના સમય બાદ સાંજે છૂટવાના સમયે મોલમાં મળવા ગઇ. અમે બંને ત્યા નજીકના એક રેસ્ટોરામાં બેઠા. વધારે ભીડ હતી નહીં એટલે અમે બંનેએ વાતો શરૂ કરી. તે બોલવામાં બિન્દાસ અને આખાબોલી હતી. તેને કોઇના વિશે કે પોતાના વિશે કઇપણ કહેવામાં ક્ષોભ લાગતો નહોતો. રેખાની વાતો તેની પાસેથી જાણીયે.
હું બે વર્ષથી ડેટીંગ એપનો ઉપયોગ કરી રહી છું. મેં મારો ફિલ્ટર ફોટો ત્યાં મૂક્યો છે, જેમાં હું છું તેનાથી વધારે સારી લાગુ છું. મને ગમે તે ફોટાવાળી વ્યક્તિની સાથે હું વાતો કરતી. પછી મળતી. મને આ બધી મુલાકાતોમાં ત્રણ અનુભવો ખૂબ જ ખરાબ થયા છે. મેં જ્યારે ડેટીંગ એપની શરૂઆત કરી ત્યારે મને મારી ઉંમરના યુવક કમલેશનો જ પરીચય થયો હતો. તેની પાસે બાઇક હતું. અમે બંને વોટ્સઅપમાં વાતો કરતા. બે વખત અમે હોટલમાં જઇને સેક્સ પણ કર્યું છે. તેની સાથે મેં ખૂબ એન્જોય કર્યું હતું. જોકે તેને ડેટીંગ એપ પર નવી છોકરી મળી જતા તેણે મને મળવાનું બંધ કરી દીધુ. મને પણ તેની સામે કોઇ વાંધો નહોતો. અમે પ્રેમીઓ નહોતા પણ હા હજીપણ ક્યારેક અમે વાત કરીએ છીએ. થોડા સમય પહેલા તેને કોઇ મળી નહોતી અને મને પણ ઇચ્છા હતી તો અમે બંને ફક્ત સેક્સ કરવા માટે ભેગા થયા હતા. એકદમ નિખાલસ અને ઓપન રિલેશન છે અમારું, જેને અમે કોઇ નામ આપ્યું નથી.
- Advertisement -
મને જે ખરાબ અનુભવો થયા તેમાં પહેલા વ્યક્તિનું નામ નરેન હતું. તેણે ડેટીંગ પ્રોફાઇલમાં પોતાના મોડલ જેવા ફોટા મૂક્યા હતા. તેને મેં સ્વાઇપ કર્યો તો તેણે પણ સામે મને મેસેજ કર્યો. અમારી વાતચિત ચાલું થઇ. તેણે બીજે દિવસે મને નંબર પણ આપી દીધો. અમે વોટ્સઅપમાં વાતો કરતા. બે-ઝી ત્રણ વાર લોંગ ડ્રાઇવ પર જવા માટે પ્લાનિંગ કર્યું પણ અમને બંનેને કોઇ કામ આવી જતા અનુકૂળતા રહેતી નહોતી. તેની ઓફિસ અને મારા કામની જગ્યા અલગ દિશામાં હોવાથી અમને મળવાનું શક્ય બનતું નહોતું. એક દિવસ હું અને મારી એક મિત્ર ડિનર માટે એસજી હાઇવે પર એક હોટલમાં બેઠા હતા. અચાનક તેનો ફોન આવ્યો કે હું ક્યાં છું. મે તેને જણાવ્યું. તો તેણે મને કહ્યું કે કલાક પછી મળી શકાશે તો તે મને મળવા આવે. મેં હા પાડી. તે આવ્યો અને હું હોટલની બહાર નીકળી. તેણે મને ફોન કર્યો અને ગાડી નંબર કહ્યો. મેં તેને દૂરથી જોયો. તેણે મને ફોનમાં પૂછ્યું કે મેં ચશ્મા પહેર્યા છે તે હું છું. મેં કંઇ કહ્યા વિના પાછળ જોયું તો મારી પાછળ એક મારાથી ઊંચી અને સુંદર ચશ્માવાળી યુવતી આવી રહી હતી. મેં તેને ના પાડી અને તેની પાસે પહોંચી ગઇ. તે મને જોઇને ખાસ ખુશ નહોતો થયો તેની મને ખબર પડી ગઇ. તે દેખાવમાં સારો અને સ્ટાઇલિશ હતો. તેના પ્રમાણે તેને કોઇ હાઇક્લાસ છોકરીની આશા હતી તેવું મને લાગ્યું. તેણે મારી સાથે વાતો શરૂ કરી કે તે પરણેલો છે, તેની પત્નીને ખૂબ પ્રેમ કરે છે. સારી નોકરી છે. તે ફક્ત માઇન્ડ ફ્રેશ કરવા માટે જ વાતચિત કરે છે બાકી તેને વધારે સંબંધ વધારવામાં રસ નથી. પંદર મિનિટ ફક્ત ગાડીમાં બેસીને આ વાતો કરીને તેણે મને ક્યાંક જવાનું છે કહી દીધું. હું ગાડીની બહાર ઊતરી ગઇ અને સમજી ગઇ કે તેને હું પસંદ નહોતી આવી એટલે આ એના નાટક હતા. બાકી ડેટીંગ એપ પર સેક્સ માટેની ફેન્ટસીની વાતો કરનાર અચાનક પત્નીને કેવી રીતે પ્રેમ કરવા લાગે તે મને સમજાઇ ગયું હતું. મુખ પર સાધુ ને મનમાં શેતાન જેવી વાતો હતી. હું તો તરત ફરી હોટલમાં આવીને મારી દોસ્ત સાથે ડિનર એન્જોય કરવા લાગી. મને ક્યારેય ફરક ના પડે આવા ખોટા મુખોટા લઇને ફરતા લોકોથી, જે ફક્ત સેક્સ કરવા માટે પત્ની હોવા છતાંય પણ બહાર મોઢું મારતા હોય.
બીજો અનુભવ મને એક 34 વર્ષના બિઝનેસમેન યુવક વિરેન્દ્રનો થયો. તેણે પોતાની પ્રોફાઇલમા ફિટનેસવાળો ફોટો મૂક્યો હતો. મને ખૂબ પસંદ પડ્યો અને તેણે પણ મને તરત મેસેજ કર્યો. આ થોડું વિચિત્ર પ્રાણી લાગ્યું. તેણે ડેટીંગ એપ પર જ વાતચિત કરવાનો આગ્રહ રાખ્યો. ત્રણ દિવસ પછી અમે નક્કી કરેલા સ્થળ ઇસ્કોન મંદિર પાસે મળવાનું નક્કિ કર્યું. રાત્રે શ્ર વાગે હું રાહ જોઇને ઊભી હતી. તેણે મારી પાસે નંબર માગ્યો અને મેં તેને આપ્યો. તેણે મને ફોન કર્યો અને મને કહ્યું કે તેને મારી સાથે એક વાત સ્પષ્ટ કરવી છે. મેં તેને કહ્યું હા બોલો જે પણ હોય. તો તેણે મને કહ્યું કે તેણએ પ્રોફાઇલમાં જે ફોટો રાખ્યો હતો તે તેનો નથી. તે એકદમ અલગ દેખાય છે. મેં કહ્યું કઇ વાંધો નહીં. તે મારી પાસે ગાડી લઇને આવ્યો. તેને જોઇને હું બે ઘડી સ્તબ્ધ થવા માગતી હતી પણ ન થઇ. કારણકે મને મારો પહેલો અનુભવ યાદ આવ્યો કે તે સમયે મને જે ખરાબ લાગ્યું હતુ તે આને પણ લાગી શકે છે. હું ગાડીમાં બેઠી અને અમે લોંગ ડ્રાઇવ પર નીકળી ગયા. રસ્તામાં જતી વખતે તેણે મને તેના બિઝનેસ વિશે જણાવ્યું. તે 17 દેશોમાં ફરી ચૂક્યો છે અને તેના બિઝનેસને લઇને રેગ્યુલર ફરતો જ રહે છે. તેને તેની સાથે સતત કોઇ ટૂર પર જોડે રહે તેવી કંપની જોઇએ છે. બધો ખર્ચો તે કરશે. તેની વાતો સાંભળીને મને આનંદ થયો પણ તેની સાથે ક્યાંય પણ ફોરેન ટૂર પર જવાની ઇચ્છા ન થઇ. દેખાવમાં તે સામાન્ય હતો. ચહેરો પણ આકર્ષક નહોતો અને તે ઉપરાંત તે ખૂબ જ જાડો હતો. તેની ગાડીમાં પેટ અને સ્ટીયરીંગ વચ્ચે કદાચ હવા પાસ નહોતી થઇ શકતી તેમ કહું તો ખોટું નહીં. અમે એક જગ્યાએ કોફી પીધી અને વાતો કરીને છૂટા પડ્યા. જતા જતા તેણે મને કહ્યું કે મને તું ગમે છે, હા પાડ તો લાંબો સમય સાથે રહીશું. મને કોઇ મારી ગર્લફ્રેન્ડ બને તેવી ઇચ્છા છે. પત્ની છે પણ તે મારા પૈસાને વધારે પ્રેમ કરે છે. મને પ્રેમ કરે તેવી વ્યક્તિ મને જોઇએ છે. તું કહીશ તે હું કરીશ તારા માટે પણ મને એકવાર હા પાડી દે. મેં અને જતી વખતે એટલું જ કહ્યું કે તમે ખૂબ સારી વ્યક્તિ છો. પણ તમારા કામની સાથે સાથે તમારા સ્વાસ્થ અને સ્થૂળ શરીરને પણ સાચવો. તે સમજી ગયો અને અમે છૂટા પડ્યા.
ત્રીજો અનુભવ મને 55 વર્ષના એક કાકાનો થયો. તેમણે પ્રોફાઇલમાં તેમના દિકરાનો ફોટો લગાવ્યો હતો. તે મને મારા મોલની બહાર જ લેવા માટે આવ્યા હતા. હું તો તેમને જોઇને એકદમ અવાચક થઇ ગઇ. તેમની સાથે ગાડીમાં બેસવાની ઇચ્છા ન થઇ પણ બેસી ગઇ અને મેં કહ્યું કે તમે તો આ ચિટીંગ કરી કહેવાય. તો તેમણે સામે કહ્યું કે ડેટીંગ એપ જે હોય તે બધા આવા જ ચિટરો હોય છે. જોકે તમે ફોટામાં છો, તેનાથી થોડા અલગ દેખાવ છો પણ ફોટો સાચો છે. મેં કહ્યું હા, ફોટો હંમેશા સારો જ હોય. તેમણે સિંધુ ભવન રોડ પરથી એસપી રીંગ રોડ પર ગાડી લઇ લીધી. ધીમે ધીમે તે પોતાના પેન્ટનો બેલ્ટ ખોલવા લાગ્યા અને પેન્ટ નીચું કરીને બેસી ગયા. મેં પૂછ્યું શું કરો છો, તો મને કહે કે તારે જ કરવાનું છે. હું તો ન હલી શકુ ન વિચારી શકું જેવી સ્થિતી થઇ ગઇ. એક મોટી ઉંમરની વ્યક્તિ સાથે, જે તમને જરાપણ પસંદ ન હોય તેના સ્પેશિયલ પાર્ટને હું કેવી રીતે ચૂંસી (suck) શકું. તેમણે મને વારંવાર કહ્યું. પણ હું તૈયાર ન થઇ. તેમણે મને પૂછ્યું કે હું સેક્સ માટે જ આ સાઇટ પર છું ને… તો મેં તેમને જવાબમાં હા પાડી. મેં તેમને કહ્યું કે મેં જે ધાર્યા તા તે તમે નથી અને મને તમારી સાથે ફિઝીકલ થવામાં કોઇ રસ નથી. તો તેમણે મને કહ્યું કે તું એક પ્રકારની રાંડ જ કહેવાય. જો તું આ રીતે ડેટીંગ એર પર જૂદા જૂદા પુરુષોની સાથે સૂવા જતી હો તો તું એમાની એક જ છો. તારે તેમાં ઉંમર ન જોવાની હોય. મને તેમની વાતો એટલી બધી કટકી કે મેં પણ સંભળાવી દીધુ કે તમે પણ તમારાથી નાની ઉંમરની છોકરીઓને છેતરીને મળવા જાવ એ યોગ્ય નથી. ગમે તે છોકરી તમે કહો અને તમને ઉત્તેજીત કરવા લાગે અને મનોરંજન કરવા લાગે અને તમને સંતોષ પૂરો પાડશે જ એવું ન સમજી લેવું. હું અહીં મારી ઇચ્છાથી છું પણ હું ધંધાવાળી નથી. નોકરી કરું છું. ઘરના લોકો માટે કમાણી કરું છું. શરીર વેચતી નથી. તેમણે અચાનક પોતાનો વાતચિતનો વ્યવહાર બદલ્યો અને મને કહ્યું કે સોરી હું થોડો આઉટ જતો રહ્યો પણ મને ખરેખર અત્યારે સેક્સની ઇચ્છા છે. મે પણ તેમને શાંતિથી કહ્યું કે હું આપની સાથે કંઇ જ કરી શકું તેમ નથી. થોડીવાર અમે બંને ચૂપ રહ્યા અને તેમણે ગાડી પાછી વાળી. તે મને જે જગ્યાએથી લઇને ગયા હતા ત્યાં જ પાછી મૂકી ગયા અને નીકળી ગયા. મને તો સમજાયુ જ નહીં કે આ બધુ શું થઇ ગયું. જોકે મને આવા લોકોને હેન્ડલ કરતા આવડે છે. તેથી વાંધો ન આવે. એ વ્યક્તિ જો વધારે અણછાજતું વર્તન કરવા જાત તો હું પણ એમને પૂરેપૂરો પાઠ ભણાવી દેત. જોકે એવું કંઇ બન્યું નહીં પણ અનુભવ ખરાબ રહ્યો.
સમજવા જેવું –
ડેટીંગ એપ પર કોઇપણ યુવતી કે યુવત હોય તેના માટે લોકો એક પ્રકારનું માળખું બાંધી લેતા હોય છે. તે કેવા પ્રકારની વ્યક્તિ હશે તેની માટેનું કેરેક્ટર સર્ટીફિકેટ તૈયાર કરી લે છે. ઘણા બધા લોકો જૂદા જૂદા કારણોસર આ પ્રકારની એપનો ઉપયોગ કરતા હોય છે. તેથી આવા પ્રકારની એપનો ઉપયોગ કરનાર વ્યક્તિએ પોતાનું ધ્યાન અને સાવચેતી પણ રાખવી જરૂરી છે. તમને આ એપ પર સારી જ વયક્તિ મળશે, કે તમને સારી દ્રષ્ટિથી જ જોશે તેવું માની લેવાની જરૂર નથી. સાવધાન રહો અને સાવચેત રહો.