પરિક્રમામાં બાળાને ફાડી ખાધા બાદ દીપડાનો શહેરમાં હુમલો
પરિક્રમામાં હુમલો કરનાર અને શહેરમાં હુમલો કરનાર બંન્ને અલગ દીપડા- DFO
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર આસપાસના વિસ્તારોમાં દીપડાના આંટાફેરા વધ્યા છે અને માનવ હુમલાનો બીજો બનાવ સામે આવ્યો છે.
ત્રણ દિવસ પેહલા પરિક્રમામાં પરિવાર સાથે આવેલી 12 વર્ષની બાળા પર હુમલો કરતા બાળાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું હજુ એ ઘટનાને ત્રણ દિવસ જેટલો સમય થયો છે ત્યારે જૂનાગઢ દોલતપરા વિસ્તારમાં સામી સાંજે દીપડો આવી ચડતા બે વર્ષના બાળક ઉપર હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઇજા થતા વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારના કિરીટનગરમાં સમી સાંજે દીપડા એ બાળક ઉપર હુમલો કરી બાળકને ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો દોલતપરા વિસ્તરામાં રેહતા આસિફ સાહિલ ઉ.2 નામના બાળક ઉપર સાંજના સમયે બાળક ફળિયામાં રમતું હતું ત્યારે ગિરનાર ઇન્દ્રેશ્વર નજીકના જંગલ માંથી દીપડો આવી ચડ્યો હતો અને ઘર પાસે રમતા હતો ત્યારે બાળકનું માથું પકડીને ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બાળકની માતા જોઈ જતા દોટ મૂકી હતી અને બાળકના પગ પકડી દીપડાના જબડા માંથી બાળકને છોડાવ્યું હતું ત્યારે બુમાબુમ થતા દીપડો ભાગી છૂટ્યો હતો આ હુમલામાં બાળકને માથાના ભાગે ગંભીર ઇજા થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો પાંચ દિવસમાં દીપડાનો બીજી હુમલો થતા શહેરના જંગલ આસપાસ વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
ગિરનાર લીલી પરિક્રમામાં ત્રણ દિવસ અગાઉ રાજુલાથી પરિવાર સાથે આવેલ પાયલ ઉ.12 ઉપર બોરદેવી જગ્યા નજીક બાવળકાટ વિસ્તારમાં અચાનક જંગલ માંથી દીપડો આવી ચડયો હતો અને ઢસડીને જંગલ તરફ લઇ ગયો હતો આ હુમલામાં બાળાનું ઘટના સાથે મૃત્યુ નીપજ્યું હતું જયારે આ ઘટનાની જાણ વન વિભાગને થતા તુરંત દીપડાને પકડી પાડવા કવાયત શરુ કરી હતી અને બોરદેવી રાઉન્ડ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવી 10 કલાકની જેહમત બાદ દીપડાને પાંજરે પૂર્યો હતો.
- Advertisement -
જૂનાગઢ દીપડા હુમલા મામલે DFO જોશી શું કહ્યું
જૂનાગઢ ડીએફઓ જોશીએ ખાસ ખબર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પરિક્રમા દરમિયાન બોરદેવી વિસ્તરામાં જે બાળા પર હુમલો કર્યો હતો તે દીપડાને ઝડપી પાડયો હતો ત્યારે દીપડાના લોહીના નમૂના લઈને ચેક કરતા બાળા પર હુમલો કરનાર દીપડો હોવાનું જણાવ્યું હતો જયારે શહેરના દોલતપરા વિસ્તારમાં જે બાળક ઉપર હુમલો થયો છે તે અલગ દીપડો છે તેને ઝડપી લેવા ચાર પાંજરા મૂકી દેવામાં આવ્યા છે અલગ અલગ ટિમો બનાવી દીપડાને વેહલી તકે ઝડપાય તેવા વન વિભાગ દ્વારા પ્રયાસો હાથ ધર્યા છે.