હાલના લોનીઓને પણ ડામ: રીટેલ લોન સૌથી મોંઘી થશે: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાથી પ્રારંભ: બેઝીક ધિરાણ દર પાંચ બેઝીક પોઈન્ટ વધ્યો
અન્ય બેન્કો પણ અનુસરશે: રૂ.2000ની નોટોની અસર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં એક તરફ જથ્થાબંધ ફુગાવો માઈનસ 4.71% જેવો નોંધાયો છે. પરંતુ ટમેટા જ નહી શાકભાજી સહિતના ભાવ ખાદ્યતેલ, દાળ વિ. મોંઘા બન્યા છે તે સમયે મચેલા દેકારા વચ્ચે હવે વ્યાજદરમાં પણ વધારાનો સીલસીલો ફરી શરુ થતા આગામી સમયમાં અને ખાસ કરીને તહેવારોના સમયમાંજ બેન્ક ધિરાણ મોંઘુ બને તેવી શકયતા છે.
રીઝર્વ બેન્કે છેલ્લી બે સમીક્ષા બેઠકમાં વ્યાજદર યથાવત રાખ્યા છે અને હજુ પણ આગામી મહિને આરબીઆઈ હજુ ઘટાડો કરવાનું સાહસ કરશે નહી તેવા સંકેત છે તે વચ્ચે દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાએ તેન માર્જીનલ કોસ્ટ આધારીત વ્યાજદરમાં 5 બેઝીક પોઈન્ટનો વધારો કર્યો છે અને તેના કારણે બેન્કોના તમામ ધિરાણ મોંઘા થશે અને હવે અન્ય બેન્કો પણ તેનું અનુસરણ કરે તેવા સંકેત છે.
તા.15 જુલાઈથી બેન્કએ આ નવા વ્યાજદર અમલી બનશે તે જાહેર કર્યુ છે અને હાલ કદાચ બેન્કો ઈ.એમ.આઈ. (માસિક લોન હપ્તા) વધારે નહી તો પણ વ્યાજમાં વધારો કરીને તેની અસર આપશે. જેના કારણે રીટેલ લોન સહિતની ઈન્સ્ટન્ટ કે જે ઓછી સિકયોરીટીવાળી લોન છે તે વધુ મોંઘી થશે.
બેન્કીંગ સૂત્રોના જણાવ્યા મુજબ આ માટે રૂા.2000ની નોટો જે રીતે 30 સપ્ટે. 2023 પછી ચલણમાં રહેવાની નથી તેના કારણે અંદાજે રૂા.2 લાખ કરોડથી વધુની આ નોટો બેન્કોમાં જમા છે. જેમાં મોટાભાગે ફિકસ ડિપોઝીટમાં ગઈ છે.
- Advertisement -
બેન્કોની બાંધી મુદતની થાપણો જે હાલ ઉંચા વ્યાજદર ઓફર કરે છે તેમાં આ રકમ રોકાતા બેન્કોના માર્જીન (નફા) પર અસર થશે અને તેમાં હવે બેન્કોએ હજું તેના કર્મચારીઓ સાથેના પગાર વિ. કરારમાં પણ સુધારા કરવાના છે તેથી માર્જીન પર આવતા દબાણને ખાળવા માટે વ્યાજદર વધાર્યા છે.