ગત વર્ષના પ્રથમ કવાટરના રૂા.1557 કરોડના ધિરાણ સામે ચાલુ નાણાકીય વર્ષમાં આજ સમયગાળામાં રૂા.2242 કરોડની લોન મંજુર
કોરોના કાળ પછી ગુજરાત વિકાસની તેની દૌટમાં ફરી તેજ થવા માટે આગળ વધી રહી છે તે સમયે રાજયમાં ‘નાણાની ભૂખ’ પણ વધી હોય તેવા સંકેત છે. હાલમાં જ બેન્કીંગ ડેટા મુજબ રાજયમાં બેન્ક ધિરાણનું પ્રમાણ 165% જેટલું વધ્યું છે તે તેની સાથે ગોલ્ડ-લોન એટલે કે સોના સામે ધિરાણમાં પણ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાટરમાં (એપ્રિલ-જૂન 2023) 44%નો વધારો થયો છે.
- Advertisement -
ગોલ્ડ લોનના આ આંકડા બેન્કો તથા જે ખાનગી કંપનીઓ (માન્ય) સોના સામે ધિરાણ આપે છે તેના છે. ખાનગી રાહે સોના સામે નાણા મેળવવા માટેની જે પ્રથા છે તે તો ઉંચા વ્યાજદર તથા ‘શાહુકાર’ જેવી પ્રણાલીના છે જેના કોઈ આંકડા ઉપલબ્ધ રહેતા નથી. એક તરફ બેન્કો તેના ધિરાણના વ્યાજદર વધારી રહી છે તો બીજી તરફ સોનાના ભાવ એક ઉંચી સપાટીએ પહોંચ્યા પછી તે સ્થિર થવા લાગ્યા છે. જેના કારણે સોના સામે હવે વધુ ધિરાણ પ્રતિ 10 ગ્રામ મળે છે.
ફાયનાન્સ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સીલના આંકડા મુજબ 2022-23માં પ્રથમ કવાટરમાં સોના સામે ધિરાણ રૂા.1557 કરોડ હતું જે 2023/24ના પ્રથમ કવાટરમાં રૂા.2242.36 કરોડ થયું છે. આ નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓના ધિરાણના આંકડા છે. કોવિડકાળમાં લોકોને તાત્કાલીક નાણા માટે સોના સામે ધિરાણ અત્યંત મહત્વનું પુરવાર થયુ હતું.
ખાસ કરીને આવક ઘટતા અને તબીબી સહિતના ખર્ચ વધતા ઘરમાં મોંઘા સામે ધિરાણ એ સૌથી મહત્વનું બની ગયું. સોનાનો ભાવ આ નાણાકીય વર્ષના પ્રથમ કવાટરમાં રૂા.66000 પ્રતિ 10 ગ્રામ પરથી ગયા છે અને યુવા સાહસિકો કે પછી વ્યાપારીઓ તેને તાત્કાલીક નાણાકીય જરૂરિયાત માટે સૌથી સરળ માર્ગ ગણે છે.
- Advertisement -
સોનું હવે એક સલામતી ઉપરાંત રોકાણ તરીકે પણ એક મોટો વર્ગ અપનાવી લીધું છે અને તેથી તેઓ પોતાના આ રોકાણમાં ‘ડેડ’ એસેટસ સાબીત થાય નહી તે માટે ધિરાણ મેળવી તે નાણાનો ઉપયોગ પ્રસંગ પુરો કરવાની નવા રોકાણ કે વ્યાપાર ઉદ્યોગમાં કરે છે.
ગ્રામીણ ક્ષેત્રમાં પણ હવે એનબીએફસી આ પ્રકારના ધિરાણમાં ઝડપથી આગળ વધી રહી છે. પર્સનલ લોન કરતા આ ધિરાણ સસ્તુ પડે છે તથા તેઓ રી-પેમેન્ટની શરતો હળવી છે જેથી તે ચિંતા વગર જ આ ધિરાણ મેળવી શકાય છે.