પોતાની નવી કેબિનેટ બનાવશે પરંતુ ઋષિ સુનકના સમાવેશ અંગે સસ્પેન્સ
ખાસ-ખબર સંવાદદાતા
બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે ગઈકાલે લીઝ ટ્રસ ના નામની જાહેરાત થઈ ગઈ છે અને તેઓ બ્રિટનના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યા છે અને આજે બ્રિટનના મહારાણી એમને શપથ લેવડાવી રહ્યા છે. બ્રિટન ના નવા વડા પ્રધાનને નરેન્દ્ર મોદી સહિત વિશ્વના અનેક દેશના શાસકોએ અભિનંદન આપ્યા છે. દરમિયાનમાં હવે લીઝ પોતાની નવી કેબિનેટ ની રચના કરવાના છે પરંતુ ભારતીય મૂળના લોકપ્રિય નેતા ઋષિ સુનકના સમાવેશ અંગે સસ્પેન્સ ભરી પરિસ્થિતિ છે તેમ બ્રિટનના અખબારોએ જણાવ્યું છે. શપથ ગ્રહણ બાદ નવા વડાપ્રધાન પ્રવચન આપશે અને તેમાં પોતાની નીતિઓનો ઉલ્લેખ કરશે અને કેટલીક જાહેરાતો કરે તેવી સંભાવના છે.
- Advertisement -
એ જ રીતે બોરીસ જોનસન પણ આજે સત્તાવાર રીતે રાજીનામું સુપ્રત કરી દેશે અને ત્યારબાદ શપથ ગ્રહણ સમારોહ યોજાશે અને આજે સાંજ સુધીમાં જ નવી કેબિનેટના વિસ્તરણ અંગે નવા વડાપ્રધાન ચર્ચા મંત્રના માટે બેઠક કરશે અને આજ સાંજથી જ અલગ અલગ જાહેરાતો નો પ્રારંભ થઈ જશે તેમ માનવામાં આવે છે.બ્રિટનના અખબારોના અહેવાલમાં જણાવ્યા મુજબ કેબિનેટમાં મોટી ફેરબદલ થઈ શકે છે અને ભારતીય ગૃહ સચિવ પ્રીતિ પટેલને પણ કેબિનેટમાં કોઈ જગ્યા મળે તેવી શક્યતા દેખાતી નથી.