જૂનાગઢના અગ્રણી સેવાભાવી ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીના ડિરેક્ટર શૈલેષભાઈ દવે પરશુરામ ફાઉન્ડેશન કોરોના દરમ્યાન કરેલ સેવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માન થયું.
નગરના સેવાભાવી અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ શૈલેષભાઈ દવે કોરોનાકાળમાં સેવા બદલ લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત થયા.
- Advertisement -
ભારત સહીત સમગ્ર વિશ્વ જયારે કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં વિવિધ જગ્યાએ લોકો પોતાની શક્તિ પ્રમાણે અને તેનાથી પણ વધારે મદદ કરી રહ્યા છે ત્યારે જૂનાગઢ મહાનગરના મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના શૈલેષભાઈ દવે પોતાની શક્તિથી પણ વધારે ઈશ્વર કૃપાથી શક્ય તમામ મદદ કરીને ક્યાંકને ક્યાંક લોકોની જિંદગી બચાવી રહ્યા છે અને સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરી માનવધર્મ નિભાવી રહ્યા છે. આ તબક્કે લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પરશુરામ ફાઉન્ડેશનના શૈલેષભાઈ દવે સમાજ પ્રત્યેની સેવા અને પ્રતિબદ્ધતા બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. સંસ્થાના યુરોપના પ્રેસિડેન્ટ વિલિયમ ઝેચલર, ભારતના પ્રેસિડેન્ટ, સંતોષ શુક્લ , ગુજરાતના પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ ત્રિવેદી , વાઇસ પ્રેસિડેન્ટ દિવ્ય ત્રિવેદી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ગુજરાતના સચિવ, હરસુખ સોજીત્રા દ્વારા શૈલેષભાઈ દવેને સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવેલ અને તેમની સેવાઓની પ્રશંસા કરેલ.