દેશભરમાં ગણેશ ચર્તુર્થીની પૂજા ધૂમધામપૂર્વક ચાલી રહી છે. ગણેશોસત્વ પર ઘર-ઘરમાં મંગલમૂર્તિની સ્થાપના કરવામાં આવી રહી છે. શુભ મુહુર્તમાં લોકો પોતાના ઘરોમાં બાપ્પાને બિરાજમાન કરી રહ્યા છે. 10 દિવસ સુધી ચાલનારા આ પર્વમાં ભક્તિભાવથી વિઘ્નહર્તાની પૂજા-અર્ચના કરવામાં આવશે. દરેક ગલી, શેરી કે રોડ પર ગણપતિ બાપ્પા મોરીયા ના નાદ ગુંજી રહ્યા છે.
આ ભક્તિભાવના માહોલ વચ્ચે દેશના રાષ્ટ્ર્પતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓએ જનતાને ગણેશ ચર્તુર્થીની શુભકામના પાઠવી છે.
- Advertisement -
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આપી શુભકામના
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીના પાવન અવસર પર શુભકામના આપી છે, તેમણે ટ્વિટમાં લખ્યું કે, ગણેશ ચતુર્થી પર બધા દેશવાસીઓને હાર્દિક શુભકામના. વિઘ્નહર્તા અને મંગલમૂર્તિ ભગવાન ગણેશ જ્ઞાન, સિદ્ધિ અને સૌભાગ્યનું પ્રતિક છે. ભગવાન ગણશએને મારી એ પ્રાર્થના છે કે, એના આશિર્વાદથી દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમુદ્ધિ બની રહે.
गणेश चतुर्थी पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएं।
विघ्नहर्ता और मंगलमूर्ति भगवान गणेश ज्ञान, सिद्धि और सौभाग्य के प्रतीक हैं। मेरी कामना है कि श्री गणेश के आशीर्वाद से सभी के जीवन में सुख,शांति और समृद्धि का संचार हो।
— President of India (@rashtrapatibhvn) August 31, 2022
- Advertisement -
વડાપ્રધાન મોદીએ આપી શુભકામના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણેશ ઉત્સવની શુભકામના પાઠવી છે. તેમણે ગણેશજીના શ્લોક સાથે શુભકામના આપતા કહ્યું કે, ભગવાન શ્રી ગણેશજીની કૃપા બધા પર હંમેશા બની રહે.
यतो बुद्धिरज्ञाननाशो मुमुक्षोः, यतः सम्पदो भक्तसन्तोषिकाः स्युः।
यतो विघ्ननाशो यतः कार्यसिद्धिः, सदा तं गणेशं नमामो भजामः।।
गणेश चतुर्थी की ढेरों शुभकामनाएं। गणपति बाप्पा मोरया!
Best wishes on Ganesh Chaturthi. May the blessings of Bhagwan Shri Ganesh always remain upon us. pic.twitter.com/crUwqL6VdH
— Narendra Modi (@narendramodi) August 31, 2022
અમિત શાહએ આપી શુભકામના
ગણેશ ચર્તુર્થીના અવસર પર ગૃહમંત્રી અમિત શાહએ દેશવાસીઓને શુભકામના આપી. તેમણે બાપ્પાનો એક વીડિયો શેર કરીને લોકોને શુભકામના પાઠવી.
समस्त देशवासियों को श्री गणेश चतुर्थी की हार्दिक शुभकामनाएँ।
गणपति बाप्पा मोरया! pic.twitter.com/C5M4FGcEHY
— Amit Shah (@AmitShah) August 31, 2022
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સુખ અને સમુદ્ધિ માટે પ્રાર્થના કરી
ગુજરાતના સૌ નાગરિકોને ગણેશ ચતુર્થીના પાવન પર્વની શુભકામનાઓ. વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીનું આ પર્વ સૌના જીવનમાંથી આધિ, વ્યાધિ, ઉપાધિને દૂર કરે તેમજ ગુજરાતને વધુ સુખી, સમૃધ્ધ અને શકિતશાળી બનાવે તેવી પ્રાર્થના.
ગુજરાતના સૌ નાગરિકોને ગણેશ ચતુર્થીના પાવન પર્વની શુભકામનાઓ.
વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીનું આ પર્વ સૌના જીવનમાંથી આધિ, વ્યાધિ, ઉપાધિને દૂર કરે તેમજ ગુજરાતને વધુ સુખી, સમૃધ્ધ અને શકિતશાળી બનાવે તેવી પ્રાર્થના. pic.twitter.com/o3SI8A7rJc
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 31, 2022