76 હજારના દારૂ સાથે રાજકોટ, રાજસ્થાન અને હરિયાણાની ત્રિપુટી ઝડપાઇ
ભગવતીપરા પુલ પાસે દરોડો પાડી દોઢેક લાખનો મુદામાલ કર્યો કબજે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 1ની ટીમે બાતમી આધારે ભગવતીપરા પુલ પાસે દરોડો પાડી 76 હજારનો દારૂ ભરેલી રિક્ષા સાથે રાજકોટ, રાજસ્થાન અને હરિયાણાની ત્રિપુટીને ઝડપી લઈ 1.41 લાખનો મુદામાલ કબજે કર્યો છે રાજસ્થાનથી ટ્રેનમાં દારૂ લાવ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોઢે માંગ્યો દારૂ વેચાય છે અને પીવાય છે ત્યારે રાજકોટમાં ટ્રેન મારફત રાજસ્થાનથી દારૂ લાવી ઘૂસાડવાનો પ્રયાસ એલસીબીએ નિષ્ફળ કરી નાખ્યો છે એલસીબી ઝોન 1ના પીએસઆઈ બી વી બોરીસાગર અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમી આધારે મોડી રાત્રે ભગવતીપરા પુલ નીચે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમીવાળી રિક્ષા પસાર થતાં અટકાવી જડતી લેતા અંદરથી જુદી જુદી મોંઘીદાટ બ્રાન્ડનો 76 હજારની કિમતનો 80 બોટલ દારૂ મળી આવતા રાજકોટના ગંજીવાડાના હિરેન રામજીભાઇ રાઠોડ ઉ.32, રાજસ્થાનના ગુલશનસિંગ રાજૂસિંગ પવાર ઉ.21 અને હરિયાણાના રાહુલ ઉર્ફે ચીકુ પવનકુમાર બાનખડ ઉ.20ની ધરપકડ કરી દારૂ, રિક્ષા અને 3 મોબાઈલ સહિત 1.41 લાખનો મુદામાલ કબજે કર્યો છે.