1 વિદ્યાર્થી, 14 ખેડૂત ઝડપાયા: રોકડ 1.47 લાખ સહિત 8.50 લાખનો મુદામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ વિંછીયા
- Advertisement -
ભીમ અગિયારસ પૂર્વેથી જ જિલ્લામાં જુગારધામ ધમધમવા લાગ્યાં છે ત્યારે વિંછીયાના અજમેર ગામની સીમમાં ચાલતી જુગાર કલબ ઉપર રૂરલ એલસીબીની ટીમે દરોડો પાડી 1 વિદ્યાર્થી-14 ખેડૂત સહિત 15 શખ્સોને દબોચી લઈ રોકડ 1.47 લાખ સહિત 8.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
રાજકોટ જિલ્લામાં દારૂ જુગારના કેસો કરવા એસપી હિમકરસિંહની સૂચના અન્વયે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઈ એચ.સી.ગોહિલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ વાઘાભાઈ આલને બાતમી મળી હતી કે વિંછીયાના અજમેર ગામની ખાણ સીમ વિસ્તારમાં છાસીયા ગામના ખેડૂત દિનેશ વેલા માલકીયાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર કલબ ચલાવી રહ્યા છે આ બાતમી આધારે એલસીબીની ટીમે દરોડો પાડી 15 જુગારીઓને દબોચી લઈ રોકડ રકમ રૂ.1.47 લાખ, મોબાઈલ ફોન -15, વાહનો-3 મળી કુલ રૂ.8.50 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો પોલીસે દિનેશ વેલા માલકીયા, પ્રકાશ ગોરધન જોગરાજીયા, રાજેશ ધીરૂ ધોરીયા, ઉમેશ હેમંત જોગરાજીયા, રાજુ દેવશી ચાવડા, સંજય વસ્ત સાસકીયા, પૃથ્વીરાજ વલકુ ખાચર, મુના મનસુખ મીઠાપરા, મુકેશ વેલા માલકીયા, વિપુલ જેન્તી માલકીયા,અલ્પેશ જગદીશ ઓળકીયા, હિતેશ જવેર ખોરાણી, કલ્પેશ દેહા માલકીયા, ઘનશ્યામ જગશી માલકીયા, પ્રવિણ રાયધન સાકરીયાને પકડી કાર્યવાહી કરી હતી વાડી મલિક દિનેશ માલકીયા ભીમ અગિયારસ નજીક આવતી હોવાથી જુગારીઓને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હતો.



