ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં સખીમંડળ સંચાલિત અમુલ પાર્લરમા નાળીયેરના ઉત્પાદનમાંથી બનેલ પ્રોડકટના વેચાણનો આરંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જીલ્લાના જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખના માર્ગદર્શનથી નાળીયેર વિકાસ બોર્ડ, કૃષી મંત્રાલય, ભારત સરકારના જૂનાગઢ કાર્યાલયના સહયોગથી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જૂનાગઢ દ્વારા જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં સખીમંડળ સંચાલિત અમુલ પાર્લરમા જિલ્લા પંચાયતના કર્મચારીઓને તેમજ જિલ્લા પંચાયતની નજીકના વિસ્તારના રહેવાસીઓને સારી ગુણવતાની નાળીયેરના ઉત્પાદનમાંથી બનેલ પ્રોડક્ટનો મળી રહે તે માટે નાળીયેરના ઉત્પાદનમાંથી બનેલ નાળીયેર પાણી, નાળીયેર નીરા, કોકોનેટ ફ્લેવર મિલ્ક અને નાળીયેરની બનેલ અન્ય ચીજવસ્તુઓ વેચાણ માટે મુકવામાં આવેલ છે. જેનું ઉદઘાટન નિયામકશ્રી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પી.જી.પટેલના હસ્તે કરવામાં આવેલ હતું. આ તકે કિરણ વ્યાસ, જીલ્લા લાઈવલીહુડ મેનેજર, એન.આર.એલ.એમ, જૂનાગઢ, રાઘવેન્દ્ર સિંહ, ટેકનીકલ ઓફિસર, નાળીયેર વિકાસ બોર્ડ, જુનાગઢ કાર્યાલય, રાજેશ ડાભી, એ.પી.એમ, એન.આર.એલ.એમ, જૂનાગઢ, સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા એન.આર.એલ.એમ ટીમ જૂનાગઢ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.