ખાસ-ખબર સંવાદદાતા
સુત્રાપાડા ખાતે મેરી માટી મેરા દેશના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સુત્રાપાડા વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના પ્રતિનિધિ વિજય બારડના અધ્યક્ષ સ્થાને રાખેલ હતું. આ કાર્યક્રમમાં સુત્રાપાડા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ અશ્વિનભાઈ પરમાર ઉપપ્રમુખ ખીમાભાઈ કારોબારી સમિતિના ચેરમેન હમીરભાઇ વાડિયા ચેરમેન વનીતાબેન વિનુભાઈ ચાવડા સુત્રાપાડા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે લોઢવા હરણાસા તથા થરેલી ગામને 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી 25 લાખના ખર્ચે ત્રણ નવી એમ્બ્યુલન્સ મંજૂર થયેલ તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ પદાધિકારીની હાજરીમાં અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય ભગવાનના પ્રતિનિધિ વિજય બારડના હસ્તે અને તાલુકા પંચાયતના પ્રમુખ અશ્વિનભાઈ પરમારના દ્વારા કરવામાં આવેલ હતું.