ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
સ્વચ્છ ભારત ગ્રામીણ ફેઝ 2ના સુચારું અમલીકરણ માટે જિલ્લા કલેકટર અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશનની બેઠક યોજાઇ હતી.આ બેઠક જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં જિલ્લા કલેકટર અનીલકુમારે ભારત સરકારના જનશક્તિ મંત્રાલય દ્વારા તા.19મી નવેમ્બરના રોજ વિશ્વ સૌચાલય દિવસ નિમિત્તે સ્વચ્છતા અંગે જનજાગૃતિ વ્યાપક બનાવવા જાહેર કરેલી વિવિધ માર્ગદર્શિકાઓના સુચારું અમલીકરણ માટે જરૂરી સૂચનો કર્યા હતા. જિલ્લામાં 19 નવેમ્બરથી ” આપણું સૌચાલય: આપણું સન્માન ” અભિયાનની શરૂઆત કરાઈ છે. જેમાં જિલ્લામાં આગામી તા.10 ડિસેમ્બર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ સફાઈ મિત્રને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત પણ કરાયા હતા. આ સાથે સરકારશ્રીની સહાયથી સૌચાલય બનાવનાર 5 લાભાર્થીઓને વહીવટી મંજૂરીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ગામડાઓમાં શૌચાલય નિર્માણ માટે બાકી રહેલા લાભાર્થીઓની ઓળખ કરવી, ઓટીએ ગ્રાન્ટનો ઉપયોગ કરીને ઈજઈત અને સંસ્થા કે શૌચાલયનું રીટ્રો ફીટીંગ કરવામાં આવશે. આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન કમિટીના વિવિધ સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ‘આપણું શૌચાલય: આપણું સન્માન’ અભિયાનની શરૂઆત
