કડવા પાટીદાર સમાજના 2 લાખ પરિવાર ઉમા કળશ યોજનામાં જોડાશે
બહેનો લાલ સાડીમાં તથા ભાઇઓ પીળા કુર્તા પાયજામામાં સજ્જ થઇ માઁ ઉમિયાની આરાધના કરશે
- Advertisement -
સિદસરના ટ્રસ્ટીઓ, દાતાઓ, કારોબારી સભ્યો, સંગઠન સમિતિના સભ્યોની ઉપસ્થિતિ
પાવનભૂમી સિદસર ખાતે બિરાજમાન કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના સાનિધ્યમાં તાજેતરમાં જ નવનિર્મિત ઉમિયાધામના લોકાર્પણ બાદ મંદિર સંસ્થાન દ્વારા પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે અનેક યોજના અમલી બનાવાય છે, જે અંતર્ગત દાતાઓના યોગદાન અને કાર્યકર્તાઓના શ્રમદાન થકી ઉમિયાઘામ હવે તીર્થધામની સાથે પર્યટનધામ બની રહ્યુ છે. ઉમિયાધામના માધ્યમથી સૌરાષ્ટ્રભરના બે લાખ પરિવારોને સાંકળતી માં ઉમા કળશ યોજનાનો આગામી તા. 3 જુલાઈને રવિવારથી પ્રારંભ થઇ રહયો છે.
કડવા પાટીદારોની આસ્થાનું કેન્દ્ર સમા ઉમિયા માતાજી મંદિર- સિદસરમાં આગામી તા. 3 જુલાઇના રોજ સવારે 9.30 કલાકે મા ઉમિયાના ચરણોમાં રપ1 કળશ પૂજન કરી માં ઉમા કળશ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના ટ્રસ્ટીઓ, દાતાઓ, કારોબારી સભ્યો, સંગઠન સમિતિના સભ્યો, મહિલા તથા યુવા સંગઠનના સભ્યો, મંદિરની તમામ સમિતિના સભ્યો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં બહેનો લાલ સાડીમાં તથા ભાઇઓ પીળા કુર્તા પાયજામાં સજ્જ થઇ ઉપસ્થિત રહેશે. તા. 9 થી 13 ફેબ્રુઆરી-2012 દરમ્યાન યોજાયેલા રજત જયંતી મહોત્સવની ઉજવણીને દશ વર્ષ પૂર્ણ થતા ગત તા. 3 એપ્રિલ-2022 રજત જયંતિ દશાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે માં ઉમા કળશ યોજના તરતી મુકવામાં આવી હતી.
- Advertisement -
ઉમિયા માતાજી મંદિર ના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ તથા ઉપપ્રમુખ ચિમનભાઇ સાપરીયા, જગદીશભાઇ કોટડીયા, રાજકોટ ઉમાભવનના મુખ્ય દાતા અને ટ્રસ્ટી જીવનભાઇ ગોવાણી એ જણાવ્યુ છે કે પાટીદાર સમાજમાં સંપ, એકતા, ભાઇચારા થકી સમાજ વિકાસનો શંખનાદ ફૂંકવા તથા સંગઠનની શકિત અને ઉમાભકિત થકી સમાજ ઉત્કર્ષના કાર્યનો આ યોજના દ્વારા શુભારંભ થશે. ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્રારા સમાજની પાયાની જરૂરીયાતના અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે.
સમાજ ઉત્કર્ષની વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં સમાજના શ્રેષ્ઠીઓ મોટા દાતાઓની જેમ સમાજના તમામ પરિવારો જોડાઇ શકે અને પોતાનું કુલ પાંખડી રૂપ યોગદાન આપી શકે તેવા શુભ આશયથી પાટીદાર પરિવારના તમામ પરિવારો માટે માં ઉમા કળશ યોજનાનો શુભારંભ કરેલો છે.