ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ, ઘણી જગ્યાએથી ભૂસ્ખલનના અહેવાલ, કેટલાય લોકોના મોત-ડઝનેક લોકો ગુમ
નેપાળના પૂર્વ ભાગોમાં સતત વરસાદ ચાલુ છે. ભારે વરસાદને પગલે સર્જાયેલી દુર્ઘટનામાં કેટલાય લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ તરફ આ કહેરમાં ડઝનેક લોકો ગુમ છે. પોલીસે જણાવ્યું કે, પૂર્વ નેપાળમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. આ સાથે અત્યાર સુધી 28 લોકો લાપતા છે. પોલીસે જણાવ્યું કે, ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે.
- Advertisement -
પૂર્વ નેપાળમાં ભારે વરસાદ
ચોમાસાના કારણે પૂર્વ નેપાળમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણી જગ્યાએથી ભૂસ્ખલનના અહેવાલ છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ગુમ હોવાનું કહેવાય છે.
#WATCH | Flash floods and landslides wreak havoc in Eastern Nepal, death toll climbs to 5 with 28 still missing, Police say.
Visuals from 18th June. pic.twitter.com/g8DhxPxXkZ
- Advertisement -
— ANI (@ANI) June 19, 2023
નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીએ શું કહ્યું ?
આ તરફ નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર કોશી પ્રાંતના કેટલાક જિલ્લાઓમાં ખાસ કરીને તાપલેજુંગ, પંચથર, સંખુવાસભા અને તેરહાથુમમાં ભારે વરસાદ પડ્યો હતો. અહીં પૂર અને ભૂસ્ખલન બાદ ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. રસ્તાઓ, પુલ અને એક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે.
1 dead, 25 missing as floods, landslides wreak havoc in Eastern Nepal
Read @ANI Story | https://t.co/VqRFTsz8ql#Nepal #Floods #Landslides pic.twitter.com/OAtb5cD5mN
— ANI Digital (@ani_digital) June 18, 2023
મળતી માહિતી મુજબ ચૈનપુર નગરપાલિકા-4માં નિર્માણાધીન સુપર હેવા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ વિસ્તારમાં કામ કરતા એક વ્યક્તિનું મોત થયું હતું. આ દરમિયાન અન્ય 21 લોકો ગુમ થયા હતા. નાયબ પોલીસ અધિક્ષક બિરેન્દ્ર ગોદારે કહ્યું કે, પૂર પછી મજૂરો સુરક્ષિત સ્થળે ગયા કે હેવા નદીમાં વહી ગયા? અમે તેની તપાસ કરી રહ્યા છીએ.
Nepal | Death toll climbs to 5 with 28 still missing in Eastern Nepal rain-induced calamity: Police
— ANI (@ANI) June 19, 2023
નવ વર્ષની બાળકીનું મોત
પડોશી પંચથર જિલ્લામાં ભૂસ્ખલનમાં એક મકાન ધોવાઈ જતાં નવ વર્ષની બાળકીનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે, આ વિસ્તારમાં આવેલા પૂર બાદ ચૈનપુરના પાંચ ગ્રામવાસીઓ પણ ગુમ થઈ ગયા છે. પ્રાથમિક તપાસ સૂચવે છે કે, ચૈનપુર નગરપાલિકા-4 અને પંચખાપન નગરપાલિકા-9માં ભૂસ્ખલન બાદ નદી બંધ થઈ ગઈ હતી. હવામાનની આગાહી કરનારાઓએ નેપાળમાં આગામી દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ દરમિયાન નદીઓના જળસ્તર વધવા માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.