28 કરોડ રૂપિયાના ખર્ચે સાત વર્ષ પહેલા બનેલા સ્લોટર હાઉસ પણ ભૂસ્ખલનમાં દબાઈ ગયા. અહીં પર NDRFની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું છે.
હિમાચલ પ્રદેશના શિમલાના કૃષ્ણા નગરમાં થયેલા ભૂસ્ખલનમાં 2 લોકોના મોત થયા છે. મંગળવારે સાંજે અહીં મોટુ લેન્ડસ્લાઈડ જોવા મળ્યું હતું. કુલ 5 મોટા મકાન ધરાસાઈ થયા છે. જ્યારે અમુક શેડ્સ પણ લેન્ડસ્લાઈડની ઝપેટમાં આવ્યા છે. લેન્ડસ્લાઈડનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.
- Advertisement -
જાણકારી અનુસાર 5થી વધારે મકાન ભૂસ્ખલનની ઝપેટમાં આવ્યા હતા. 28 કરોડ રૂપિયાના ખર્ચે સાત વર્ષ પહેલા બનેલા સ્લોટર હાઉસ પણ ભૂસ્ખલનમાં વહી ગયા. અહીં પર NDRFની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું છે.
Uttarakhand: 1 dead, 3 rescued after house collapses in Chamoli
Read @ANI Story | https://t.co/h0u1AXad1b#Uttarakhand #chamoli #Joshimath pic.twitter.com/t4Op1LRzY0
- Advertisement -
— ANI Digital (@ani_digital) August 16, 2023
કૃષ્ણા નગરમાં લેન્ડસ્લાઈડ
હકીકતે રાજધાનીના કૃષ્ણા નગરમાં સાંજે પહેલા તો એક ઝાડ મકાન પર પડ્યું અને પછી ત્યાં મોટુ લેન્ડસ્લાઈડ થયું. એક બાદ એક પાંચ મકાન ભુસ્ખલનની સાથે જમીનદોષ થઈ ગયા. એવામાં આસપાસ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે ફક્ત બે જ લોકો ઘટના સ્થળ પર હતા. કારણ કે પહેલાથી જ અહીં મકાન પડવાનો ખતરો હતો. માટે લોકોએ ઘર ખાલી કરાવી દીધા હતા.
#WATCH | Himachal Pradesh: On the massive landslide in the Summer Hill area, SDM Shimla (Urban) Bhanu Gupta says, "Local people have confirmed the count that there can be 21 bodies. Out of which, we have recovered 12 bodies in the last two days. Our search and rescue operation is… https://t.co/sjD6uLAKci pic.twitter.com/ufwSJPe1ue
— ANI (@ANI) August 16, 2023
પૈસા લેવા ગયા હતા બન્ને
જણાવવામાં આવી રહ્યું છે કે સ્લોટર હાઉસ પણ ખાલી હતું પરંતુ ગલ્લામાં મુકેલા પૈસા લેવા માટે બન્ને વ્યક્તિ અંદર ગયા હતા અને એવામાં લેન્ડસ્લાઈડની ઝપેટમાં આવી ગયા. હવે તેમના મૃતદેહ મળી આવ્યા છે. તે ખૂબ મોટુ ભૂસ્ખલન હતું.
CMએ લોકોને કરી અપીલ
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ કહ્યું કે ઘટનામાં બે લોકોના મોત થયા છે. સતત વરસાદના કારણે રાજ્યમાં અત્યાર સુધી કુલ 60 લોકોના મોત થઈઓ ચુક્યા છે. કાલે શૌક્ષણિક સંસ્થાન બંધ હશે. હું લોકોને અપીલ કરૂ છું કે જો કોઈ તિરાડ આવે છે તો તે પોતાના ઘરને તરત ખાલી કરી દે.