હર ઘર તિરંગા અંતર્ગત 500 વિદ્યાર્થિનીઓએ રક્ષાસૂત્રો હાથે બનાવી
ખાસ-ખબર સંવાદદાતા
મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લાલ બહાદુર શાસ્ત્રી ક્ધયા વિદ્યાલય રાજકોટમાં તા. 10-8-23 ને ગુરુવારના રોજ દેશભક્તિના રંગે રંગાઈને ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને દર્શાવતા રક્ષાબંધનના પાવનપર્વની શાળા દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાની 500 વિદ્યાર્થિનીઓએ પોતાના હાથે બનાવેલ રાખડીઓ (રક્ષાસૂત્ર) તેમજ પોતાની લાગણી રજૂ કરતો પત્ર રજૂ લખીને સરહદ પરના દેશના જવાનોની સુરક્ષા હેતુ 1111 જેટલી રાખડીઓ પોસ્ટ દ્વારા સરહદ પર મોકલાવેલ છે. સાથે-સાથે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રોટરી કલબના સહયોગથી પોસ્ટ ઓફિસના માધ્યમથી શાળાની પ્રત્યેક વિદ્યાર્થિનીઓને 15 ઓગસ્ટના રોજ પોતાના ઘરે તિરંગો લહેરાવવા માટે રાષ્ટ્ર ધ્વજ વિતરણ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી ડૉ. અલ્પનાબેન ત્રિવેદી (હેલીબેન) તેમજ પોસ્ટ વિભાગમાંથી હેડ પોસ્ટ માસ્તર અભિજિત, નીરજભાઈ રાજદેવ તેમજ રોટરી કલબના પ્રમુખ અનિલભાઈ જસાણી, સેક્રેટરી શૈલેષભાઈ દેસાઈ તેમજ શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના આચાર્ય વિનોદભાઈ ગજેરાએ હાજરી
આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમ શાળાના સમગ્ર સ્ટાફના સહયોગથી સફળ રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન જશવંતીબેન ખાનવાણીએ કર્યું હતું. કાર્યક્રમની સફળતા બદલ ટ્રસ્ટી ડૉ. અલ્પનાબેન ત્રિવેદીએ અભિનંદન પાઠવ્યા હતા.