ઘણા ટીચર્સ રજા પર ઉતરી ગયા તો કેટલાકે નોકરી છોડી દીધી
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના વર્જિનિયા સ્ટેટના હન્ટિંગ્ટન શહેરની એક પ્રાઇમરી સ્કૂલમાં ફુલ ટાઇમ ટીચર્સની અછત સર્જાઇ. ઘણા ટીચર્સ રજા પર ઉતરી ગયા તો કેટલાકે નોકરી છોડી દીધી. સ્કૂલે કેટલાક વર્ગો રદ કરવા પડ્યા. ઓનલાઇન સ્ટડીમાં બાળકોને તકલીફ પડી રહી હતી તો સ્કૂલ મેનેજમેન્ટ સબસ્ટિટ્યૂટ (વૈકલ્પિક) ટીચર્સ તરફ વળ્યા.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે..
WHATSAPP – https://chat.whatsapp.com/LOOPnbKaJ0UDPdsLZUEuIY
- Advertisement -
સ્કૂલ્સે કોલેજ ડિગ્રી ફરજિયાત હોવાની શરત પણ સબસ્ટિટ્યૂટ ટીચર્સ માટે રદ કરી. સબસ્ટિટ્યૂટ ટીચર્સની માગ ઘણી વધી ગઇ. ઘણા ટીચર્સે આ પોસ્ટ માટે અરજી કરી દીધી. સબસ્ટિટ્યૂટ ટીચર્સને સ્કૂલ્સમાં વધુ વર્ગો મળવા લાગ્યા, જેથી તેમના વેતનમાં પણ વધારો થયો. અમેરિકામાં સબસ્ટિટ્યૂટ ટીચરના પદ માટેની જરૂરી યોગ્યતા ધરાવતા લોકો સ્કૂલમાં અરજી આપી રાખે છે. સ્કૂલમાં ફુલ ટાઇમ ટીચર્સની અછત હોય ત્યારે તેમને બોલાવાય છે. કોરોનાકાળને લીધે તથા અન્ય કારણોસર જગ્યા ખાલી પડતાં ઘણાં રાજ્યોમાં ફુલ ટાઇમ ટીચર્સની અછત સર્જાઇ. હવે સ્કૂલ્સે કોલેજ ડિગ્રીની અનિવાર્યતા હંગામી ધોરણે દૂર કરી છે.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ INSTAGRAM પેજને ફોલ્લૉ કરો અને શેર કરો
INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link