PSI વળવીની ટીમ ફરી સફળ સાબિત થઈ: પોતાના જન્મદિવસની ઉજવણી નહીં કરી ફરજને પ્રાધાન્ય આપ્યું
રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વળવીએ પોતાના જન્મદિનની ઉજવણી ફરજને પ્રાધાન્ય આપીને કરી હતી. એક બાળકીનું અપહરણ થયું હતું તેના આરોપીને કચ્છથી ઝડપી પાડ્યો હતો. પી.એસ.આઇ. એસ.આર. વળવીની ટીમને આરોપીને પકડી પાડવા તેમજ ભોગ બનનાર બાળકીને શોધી કાઢવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં તેમની ટીમ દ્વારા શંકાસ્પદ સ્થળોએ તપાસ હાથ ધરી અને ચાર દિવસ સુધી સતત મહેનત કરી અને અંતે આરોપીને કચ્છ જિલ્લાના ખાવડા ખાતેથી ઝડપી પાડી તેમજ ભોગ બનનાર બાળકીને રીકવર કરવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન પી.એસ.આઇ. વળવીનો જન્મ દિવસ હોવા છતાં તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી નહીં કરી પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું હતું. આ કામગીરી માટે ઙજઈં વળવી, હેડ કોન્સ્ટેબલ કરમશીભાઇ પળાલીયા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ક્રિષ્ના સીતાપરા તથા પોલીસ કોન્સ્ટેબલ જયપાલ આહીર હતાં.