વિડીયો વાયરલ થતા પોલીસે કરી અટકાયત: માફી માંગી કહ્યું “ગન નકલી હતી”
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટમાં હાલ નવરાત્રી પર્વની ઉમંગભેર ઉજવણી થઇ રહી છે તેમાં અમુક છાટકા બનીને રખડતા નબીરાઓ ઉપર પોલીસ ખાસ વોચ રાખતી હોય છે ત્યારે ગઈકાલે અટલ સરોવરમાં નવરાત્રી આયોજનમાં ક્ષત્રિય અગ્રણી પદ્મીનીબા વાળાના પુત્ર સત્યજિતસિંહએ કમરે બંદૂક લટકાવી સીન સપાટા કરતો હોય તેવો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને તેની અટકાયત કરી માફી મંગાવી હતી આ ગન નકલી હોવાની કબૂલાત આપી હતી. રાજકોટમાં લોકસભાની ચૂંટણી ટાણે વેગવંતા બનેલા ક્ષત્રિય આંદોલનનું બીડું ઉઠાવનાર અગ્રણી પદ્મીનીબા વાળાના પુત્ર સત્યજિતસિંહ વાળાનો સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં પોતે કમરે બંદૂક લટકાવી, ફિલ્મી ડાયલોગ સાથે સીન સપાટા કરતો નજરે પડ્યો હતો આ વિડીયો વાયરલ થતા પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી અને તુરંત જ સત્યજિતની અટકાયત કરી પૂછતાછ કરતા પોતે લટકાવેલી બંદૂક નકલી હોવાની કબૂલાત આપી હતી તેમ છતાં વાયરલ વિડીયો અંગે માફી માંગી હતી જેથી તેનોબીફોર અને આફ્ટરનો વિડીયો પણ વાયરલ થયો હતો.