રાજકોટ – ગુજરાત સંચાલિત કોટડાસાંગાણીની ઠાકોરશ્રી મૂળવાજી વિનયન કોલેજના ગુજરાતી વિષયના વિધાર્થીઓ દ્વારા સાહિત્યકારશ્રી ઉમાશંકર જોશીની જન્મ જયંતિની ઉજવણી વેબિનારના માધ્યમથી કરવામાં આવી હતી. ઉમાશંકર જોશીની સર્જક પ્રતિભાને વિધાર્થીઓએ પોતાના વિવિધ પ્રયત્નો થકી ઉજાગર કરી હતી.
વિધાર્થીઓ પૈકી હિંમાશી પટોડિયાએ ઉમાંશંકર જોશીના જીવન વિષે, કવિતા પંડયાએ સર્જકના સાહિત્ય વિશે વાત કરી હતી. અલ્પા વાગડિયા અને ધ્રુવી કુમારખાનિયાએ ઉમાંશંકરની કવિતાઓનો આસ્વાદ કરાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન દેવાંગ જોષીએ કર્યુ હતું. કાર્યક્રમનું આયોજન ગુજરાતીના પ્રા.ડો.સુશીલા ખડાયતા દ્વારા કરાયુ હતું. જયારે કાર્યક્રમ સફળ બનાવવા માર્ગદર્શન આચાર્ય ડો. ગુણવંતરાય વાજા દ્વારા અપાયુ હતું.