લૉ કોલેજે મનોજિત મિશ્રાને નોકરીમાંથી કાઢી મૂક્યો, અન્ય બે આરોપીઓને સસ્પેન્ડ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
કોલકાતામાં કાયદા કોલેજના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપના ત્રણ આરોપીઓની પોલીસ કસ્ટડી 8 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. મુખ્ય આરોપી મનોજીત મિશ્રા, ઝૈબ અહેમદ અને પ્રમિત મુખર્જીની 26 જૂને ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે અગાઉ તેમને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ દરમિયાન, શનિવારે ધરપકડ કરાયેલા કોલેજ સિક્યુરિટી ગાર્ડ પિનાકી બેનર્જીની કસ્ટડી પણ 4 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે.
- Advertisement -
આ તરફ દક્ષિણ કોલકાતા લો કોલેજે શિસ્તભંગના પગલાં લીધા છે અને મનોજીત મિશ્રાની નોકરીમાંથી કાઢી મુક્યો છે અને બંને વિદ્યાર્થી આરોપીઓને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત, કોલેજ પ્રશાસને બાર કાઉન્સિલને મિશ્રાનું સભ્યપદ રદ કરવાની ભલામણ પણ કરી છે કારણ કે તે એક પ્રેક્ટિસિંગ એડવોકેટ છે.