2013માં માછીમારી દરમિયાન ગોળી વાગતા મોત થયું હતું
ખાસ-ખબર સંવાદદાતા
વર્ષ-2013માં પોરબંદરથી ધીરજબેન કુહાડાની ધનવંતરી નામની બોટ ભારતીય સીમામાં માછીમારી કરી રહી હતી. એ દરમિયાન 13 ઓક્ટોબર 2013નાં પાક મરીન સિક્યુરીટી દ્વારા બોટ પર ફાયરીંગ કરાયું હતું અને ખલાસી નારણભાઈ અરજણભાઈ સોચા (રહે.સરખડી, કોડીનાર) વાળાને ગોળી વાગતા સારવાર માટે પોરબંદર દાખલ કરાયા હતા.
જો કે, તબીબે મૃત જાહેર કર્યા હતા. ત્યારથી લઈ આજ દિન સુધી નારણભાઈના ભાનુબેને સમુદ્ર સમીપ સુરક્ષા સંઘ સંસ્થા સાથે રહી ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરેલી હતી. અને નારણભાઈના વિધવા પત્ની ભાનુબેનને વળતર સહાય પેટે રૂપિયા 3 લાખનો ચેક ગત 15 ડિસેમ્બરનાં મામલતદાર દ્વારા સમુદ્ર સંઘના પ્રમુખ બાલુભાઈ સોચાની હાજરીમાં અર્પણ કરાયો હતો.